Get The App

પાકિસ્તાનની એ 4 મહિલા જેમને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાઈ, જાણો તેમના વિશે

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનની એ 4 મહિલા જેમને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાઈ, જાણો તેમના વિશે 1 - image


Image: Facebook

Pakistani Woman Google Search: પાકિસ્તાનમાં આ વર્ષે 2024માં લોકોએ ચાર મહિલાઓને ગૂગલ પર ખૂબ સર્ચ કરી છે. જાણો છો તેમના નામ શું છે અને આખરે કેમ લોકોએ સૌથી વધુ તેમને જ ગૂગલ પર જાણવાનો પ્રયત્ન કર્યો.

ગૂગલ સર્ચના રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં પાકિસ્તાનના લોકોએ જે ટોપ 10 હસ્તીઓને સર્ચ કરી છે, તેમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. તેમના નામ છે, સના જાવેદ, હરીમ શાહ, જોયા નાસિર અને મિનાહિલ મલિક.

સના જાવેદ જેનું નામ હવે સના શોએબ મલિક થઈ ગયું છે. પાકિસ્તાનમાં આ વર્ષે લોકોએ સનાને ખૂબ સર્ચ કરી છે. સના જાવેદ એક પાકિસ્તાની અભિનેત્રી છે અને તેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યાં છે. શોએબ મલિકની પહેલી પત્ની ઈન્ડિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હતી.

હરીમ પણ પાકિસ્તાનના લોકો દ્વારા ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરનારી મહિલાઓમાંની એક છે. હરીમ શાહ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તે પહેલી વખત ચર્ચામાં ત્યારે આવી હતી જ્યારે તેણે ભારતના ચંદ્રયાનને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. તે પાકિસ્તાનની એક વિવાદિત પર્સનાલિટી છે. હરીમ શાહ એક વખત પાકિસ્તાની વિદેશ મંત્રાલયમાં ઘૂસીને વીડિયો બનાવવા માટે ચર્ચામાં આવી હતી. તે હંમેશા પોતાની હરકતો માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

આ પણ વાંચો: હિજાબ નહીં પહેરો તો થશે મૃત્યુદંડ', ઈરાને બનાવ્યો ખતરનાક કાયદો, 2 વર્ષ પહેલાં થયો હતો બળવો

મિનાહિલ મલિક એક પાકિસ્તાની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.8 ફોલોઅર્સ છે. આમ તો આ ટિકટોક પર વધુ સક્રિય રહે છે. આ વર્ષે પાકિસ્તાનમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરનારી મહિલાઓમાં મિનાહિલનું નામ પણ સામેલ છે. આ વર્ષે મિનાહિલનો એક જૂનો એમએમએસ પણ લીક થયો હતો. આ કારણે તે ખૂબ ચર્ચામાં રહી અને લોકોએ તેને ગૂગલ પર ખૂબ સર્ચ કરી. 

જોયા નાસિર એક પાકિસ્તાની અભિનેત્રી, ઉદ્યમી, મોડલ અને બ્યૂટીશિયન છે. પાકિસ્તાનની ટોપટેન ગૂગલ સર્ચ પર્સનાલિટીમાં તેનું પણ નામ સામેલ છે. જોયા એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેણે 2019માં હાનિયા નામની એક ટીવી સીરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. આ વર્ષે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ટીકા કરીને જોયા નાસિર ખૂબ ચર્ચામાં આવી હતી. તેણે સોશિયલ મીડિયા પર આ લગ્નને સંપત્તિનું નકામું પ્રદર્શન ગણાવ્યા હતા.


Google NewsGoogle News