Get The App

કરાંચીમાં તોડવામાં આવેલું ૧૫૦ વર્ષ જૂનું માતા રાનીનું મંદિર, ૫૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું શ્રધ્ધા કેન્દ્ર હતું

ભાગલા પડયા ત્યારે પાકિસ્તાનમાં ૪૨૮ થી વધારે વિશાળ મંદિરો હતા

હનુમાનજી અને ભગવાન શ્રીકૃષ્ણના મંદિરોને પણ કટ્ટરપંથીઓ નિશાન બનાવેલા

Updated: Jul 17th, 2023


Google NewsGoogle News
કરાંચીમાં તોડવામાં આવેલું ૧૫૦ વર્ષ જૂનું માતા રાનીનું  મંદિર, ૫૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું શ્રધ્ધા કેન્દ્ર હતું 1 - image


નવી દિલ્હી,૧૭ જુલાઇ,૨૦૨૩,સોમવાર 

પાકિસ્તાનમાં ૧૫૦ વર્ષ જૂનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. મધરાતે કોઇ પણ પ્રકારની નોટિસ વગર માતા રાનીના મંદિર પર બુલડોઝર ફેરવીને ધ્વંસ કરાયું હતું. પાકિસ્તાનના સ્થાનિક પ્રશાસનના આશિર્વાદથી જ આ કામને અંજામ આપવામાં આવ્યો હતો. માતા રાની મંદિર કરાંચી આસપાસ રહેતા હિંદુઓ માટે શ્રધ્ધાના કેન્દ્ર સમાન હતું. ૫૦૦ ચોરસ ફૂટમાં બનેલું મંદિર આઝાદીના ઇતિહાસનું પણ સાક્ષી રહયું છે.

આ મંદિરની નીચે વિશાળ જગ્યામાં પોલાણ જોવા મળે છે જેમાં ખજાનો છુપાયો હોવાની પણ માન્યતા રહી છે. સ્થાનિક પ્રશાસને મંદિરની જમીન મળતિયા બિલ્ડરને આપવા ઇચ્છતી હોવાનું બહાર આવ્યું છે. ભાગલા પડયા ત્યારે પાકિસ્તાનમાં ૪૨૮ થી વધારે વિશાળ મંદિરો હતા.  વર્તમાન સમયમાં મોટા ભાગના તોડવામાં આવ્યા છે અથવા તો જીર્ણોધ્ધાર વિના ખંડર હાલતમાં જોવા મળે છે. જયારે પણ હિંદુઓની લાગણી દૂભાવવી હોય ત્યારે મંદિર પર કટ્ટરપંથીઓ હુમલો કરે છે.


કરાંચીમાં તોડવામાં આવેલું ૧૫૦ વર્ષ જૂનું માતા રાનીનું  મંદિર, ૫૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું શ્રધ્ધા કેન્દ્ર હતું 2 - image

પાકિસ્તાનમાં આજે પણ ૨૨ લાખ જેટલા હિંદુઓ રહે છે પરંતુ મતોના રાજકારણમાં કોઇ પણ સરકાર હોય ઉપેક્ષા જ કરે છે. વસ્તી ગણતરી થાય ત્યારે િંહંદુ ઉપરાંત અનુસૂચિત જાતિ એવી કેટેગરી અલગથી રાખીને વસ્તી ઓછી દર્શાવે છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓની શ્રધ્ધાના કેન્દ્ર ગણાતા મંદિરો પર હુમલાએ નવાઇની વાત નથી.  કયારેક હનુમાનજી તો કયારેક ભગવાન શ્રીકૃષ્ણના મંદિરોને કટ્ટરપંથીઓ નિશાન બનાવે છે.

પાકિસ્તાન આમ તો લોકશાહી હોવાનો દાવો કરે છે પરંતુ અલ્પસંખ્યકો પર થતા અત્યાચારો અટકતા નથી. બહુસંખ્યક ધાર્મિક કટ્ટરવાદ ઉભો થયો છે. પાકિસ્તાનની સીમા નામની મહિલા પ્રેમના એક મામલામાં ભારતમાં આવી છે. તે પોતાની જાતે જ આવી છે પરંતુ સીમા પાછી આપો એવી માંગ સાથે થોડાક સમય પહેલા જ હિંદુ મંદિરો તોડવાની પણ ડકૈતોએ ધમકી આપી હતી. પાકિસ્તાનમાં રહી ગયેલા હિંદુઓને વર્ષોથી ધમકીઓ મળતી રહી છે. તેઓ ભયના ઓથાર હેઠળ જ જીવવા મજબૂર છે.


Google NewsGoogle News