119 વર્ષ જુની દુનિયાની સૌથી ખતરનાક ઢીંગલી, જયાં ગઇ ત્યાં વરતાવ્યો કાળો કેર
રોબર્ટ એઉગેને ઓત્તો નામના શખ્સેને તેની નોકરાણીએ ભેટમાં આપી હતી
દંપતિઓના તલાક માટે પણ આને જવાબદાર ગણવામાં આવે છે
ન્યૂયોર્ક, 24 જાન્યુઆરી,2024, સોમવાર
જગ વિખ્યાત કોહિનૂર હિરાનો ઇતિહાસ ગવાહ છે કે જેની પાસે ગયો તેની બરબાદી થઇ છે. જો કે 119 વર્ષ જુની ગુડિયા એટલે કે ઢીંગલી માટે પણ આવું કશુંક જ છે. રોબર્ટ ધ ડોલ તરીકે ઓળખાતી ગુડિયા દુનિયામાં સૌથી ખતરનાક ગણાય છે. એકિસડેન્ટથી માંડીને દંપતિઓના તલાક માટે પણ આને જવાબદાર ગણવામાં આવે છે.
આ ગુડિયા ફલોરિડાના રોબર્ટ એઉગેને ઓત્તો નામના શખ્સેને તેની નોકરાણીએ ભેટમાં આપી હતી. રોબર્ટ જીની તરીકે પણ ઓળખાતો આ શખ્સ ગુડિયાને ખૂબ પ્રેમ કરતો હતો. ગુડિયા જાણે કે જીવંત હોય એમ દરેક સગવડ આપતા હતા. ફર્નિચરથી માંડીને તેના માટે રમકડા પણ લાવતા હતા. પોતાને બહારની દુનિયામાં રસ ન હતો અને ગુડિયાને જ પોતાની શ્રેષ્ઠ મિત્ર ગણતા. જો કે જીનીની આ ગુડિયા અંગે પરીવાર અને પાડોશઓને શંકા રહેતી હતી.
કેટલાક પાડોશીએ તો બારીમાંથી ગુડિયાને ફરતી જોઇ હોવાનો પણ દાવો કર્યો હતો.કેટલાક તો ગુડિયા હાવ ભાવ અને મૂડ બદલતી હોવાનો પણ દાવો કરવા લાગ્યા. જીનીના લગ્ન થયા પરંતુ જીની ગુડિયાને છોડી શકયો નહી. તેની પત્નીને જીનના અનહદ ગુડિયા પ્રેમની ખૂબ નફરત હતી.ઘરવાળાઓને વહેમ પડયો કે જીનીનો લિવિંગ રુમ ગુડિયા અસ્ત વ્યસ્ત કરી નાખે છે. ઘરની કેટલીયે વસ્તુઓ અચાનક ગાયબ થઇ જતી અને પછીથી મળતી હતી.
રાતે જાણે કે કોઇની પેશકદમી થતી હોય તેવો અનુભવ થતો હતો.એક રાત્રીએ તો ખૂબ જીનીએ જોયું કે પોતાના ઓરડાની કેટલીક વસ્તુઓ હવામાં તરતી હતી. એટલું જ નહી ગુડિયા ખૂદ ચાલતી હતી. આ જોયા પછી તો જીનીનો ગુડિયા માટેનો પ્રેમ ખૂબ વધી ગયો હતો. જીનીની પત્ની છોડીને ચાલી ગઇ, કાર અકસ્માતનો ભોગ બન્યો. તેના જીવનમાં જેટલી પણ મુશ્કેલીઓ આવી તેના મૂળમાં આ ડોલ જવાબદાર હતી.
છેવટે જીનીનું અચાનક જ મોત થતા ગુડિયા જે શખ્સે વેચાતી લીધી તેના જીવનમાં ભૂકંપ આવી ગયો. તેની પુત્રીએ ગુડિયા મારવા આવતી હોવાનો દાવો કર્યો હતો. શખ્સે કંટાળીને ગુડિયા એક મ્યુઝિયમને દાનમાં આપી દીધી. મ્યૂઝિયમમાં પણ ગુડિયાની ફરિયાદો આવવા લાગી. છેવટે મજબૂત કાચના શો કેસમાં પુરી દેવામાં આવી છે. આ ગુડિયાને દુનિયાની સૌથી શાપિત ગણવામાં આવે છે. ફોટો પાડનારા પણ મનોમન તેની મંજુરી લઇને પછી જ ફોટો પાડે છે.