Get The App

પાપુઆ-ન્યૂગીનીમાં ભીષણ હત્યાકાંડ: આદિવાસી જૂથોની લડાઈમાં 53થી વધુ લોકોનાં મોત : અનેક ભારે ઘાયલ

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
પાપુઆ-ન્યૂગીનીમાં ભીષણ હત્યાકાંડ: આદિવાસી જૂથોની લડાઈમાં 53થી વધુ લોકોનાં મોત : અનેક ભારે ઘાયલ 1 - image


- આ લડાઈ પાછળ ચીનની સાજીશની આશંકા

- પાટનગર પોર્ટ મોરેસ્બીથી 600 કિ.મી. ઉ.પ.માં વાબાક શહેર પાસે ગોળીબારો પણ થયા હોવાની આશંકા

પોર્ટમોરેસ્બી : મહાન મુસાફર મેગેબનની ૧૫૨૧માં જ્યાંના આદિવાસીઓએ હત્યા કરી હતી તે પાપુયાના ન્યૂગીનીના ઉત્તરના પર્વતીય જંગલોમાં વસતા આદિવાસીઓમાં આઠ-આઠ સદીઓ વીતી ગયા છતાં કોઈ માનિસકતામાં સુધારો થયો નથી. જોકે, સુધારો ગણીએ તો તે એ છે કે હવે તેઓ માત્ર છરા અને કુહાડીઓના બદલે હવે બંદૂકો વાપરતા થયા છે.

આશ્ચર્ય તો તે વાતની છે કે તેઓની બંદૂકો ચીની બનાવટની છે. 

આ પર્વતો અને જંગલોથી ભરેલા દેશનો દક્ષિણ ભાગ સુસંસ્કૃત છે. અત્યારે ત્યાં મૂળભારતવંશીય વડાપ્રધાન છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓએ તેમના દેશની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું જે સ્વીકારી તેઓ ત્યાં ગયા પણ હતા. તેથી પાપુયાના-ન્યૂગીની ચીનની આંખમાં કણાની જેમ ખૂંચતું હોય તે સહજ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રદેશના ઉત્તર ભાગેથી જ વ્યાપારી જહાજોનો માર્ગ પસાર થાય છે. તેથી આ ટાપુરાષ્ટ્રનું મહત્ત્વ પણ ઘણું છે.

૧૯૮૦ પછી અહીં જનસંખ્યા બમણાથી વધુ થઈ ગઈ છે. તેથી ભૂમિ અને સંસાધનો ઉપર દબાણ વધી ગયું છે, આથી આદિવાસી જૂથો વચ્ચે સંઘર્ષ પણ વધી ગયો છે. ત્યાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. પોર્ટ મોરેસ્વીથી ૬૦૦ કિ.મી. દૂર ઉત્તર પશ્ચિમે આવેલાં વાબાગ નામક નાનાં શહેર પાસે આદિવાસી જૂથો વચ્ચે જમીન અને સંસાધનોની વહેંચણી અંગે લડાઈ ફાટી નીકળી હતી. જેમાં ૫૩થી વધુ લોકો માર્યા ગયા હોવાની પોલીસ અધિકારી ડેવીડ મૈતિંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે ૫૩ લાશો મેળવી છે.

આ રમખાણો પાછળ ચીનની ચઢામણી હોવાની આશંકા છે. તે ભારતનો પ્રભાવ સહી શકે તેમ નથી. ત્યાં હજીએ વધુ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ મારામારીમાં ગોળીબારીનાં પણ અવાજો સંભળાયા હતા. તેથી તે જૂથો પાસે રાયફલ્સ હોવાનું સ્પષ્ટ થઈ જાય છે. પછીથી હાથ કરેલી રાયફલ્સ ચીની બનાવટની હોવાનું તેની ઉપરની સ્ટેમ્પ્સ પરથી જાણી શકાયું છે.

સિકીન અને કાકીન ટોળીયો વચ્ચે વારંવાર લડાઈ થતી જ રહે છે. જે માટે જમીન પરનો કબજો મુખ્ય કારણ છે. આ વિસ્તાર અશાંત તો છે જ તેથી ત્યાં ૧૦૦ જેટલા પોલીસ તૈનાત કરાયા છે. પરંતુ તેટલા પોલીસ તે યુદ્ધો અટકાવી શકે તેમ જ ન હતા.

સરકારે બળ પ્રયોગ, મધ્યસ્થતા અને માફી સહિતના તમામ માર્ગો હિંસક ઘટનાઓ થતી અટકાવવા અખત્યાર કર્યા હતા, કરી રહી પણ છે પરંતુ તે નિષ્ફળ ગયા છે. પોલીસની સંખ્યા તેમજ તેમની પાસેનાં શસ્ત્રો પણ ઘણાં ઓછાં હતાં.

આ પૂર્વે થયેલી હિંસામાં સગર્ભા મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોને નિશાન બનાવાયાં હતાં. અહીં ખૂન-ખરાબા સામાન્ય બની ગયા છે. મૃત્યુ પામેલા શત્રુઓનાં શરીરના ટુકડા કરાય છે. શબ ક્ષિત-વિક્ષીત કરવામાં આવે છે. આ કબીલાઓ અત્યંત ઝનૂની છે. સિવિલાઇઝેશન ત્યાં પહોંચી શકે તેમ જ નથી. 


Google NewsGoogle News