અનોખું રેસ્ટોરન્ટ: પાણીમાં તરી રહી છે માછલીઓ અને તેની ઉપર ભોજનનો આનંદ માણે છે લોકો

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
અનોખું રેસ્ટોરન્ટ: પાણીમાં તરી રહી છે માછલીઓ અને તેની ઉપર ભોજનનો આનંદ માણે છે લોકો 1 - image


નવી મુંબઇ,તા. 9 નવેમ્બર 2023, ગુરુવાર 

મોટાભાગના બધા જ લોકો જમવા માટે રેસ્ટોરન્ટમાં તો ગયા હશે. ખાસ કરીને તહેવારમાં કે પછી ફરવા ગયા હોઇએ ત્યારે પરિવાર સાથે બહારનુ જમવાનું અચુક ખાતા હોઇએ છીએ. ખાસ કરીને ત્યાં જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે અને ભોજન સ્વાદિ।ટ લાગતુ હોય છે. 

આજકાલ, રેસ્ટોરન્ટના માલિકો પણ આંતરિક સુશોભન પર ખૂબ ધ્યાન આપી રહ્યા છે, જેથી તેઓ ગ્રાહકોને આકર્ષિત કરી શકે પરંતુ શું તમે ક્યારેય એવી રેસ્ટોરન્ટ જોઈ છે જ્યાં માછલીઓ નીચે તરી રહી હોય અને પાણીની વચ્ચે આરામથી બેસીને ભોજન લેતા હોય?? આજકાલ આવી જ એક રેસ્ટોરન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ રેસ્ટોરન્ટનું નામ ‘સ્વીટ ફિશ કેફે’ છે, જે થાઈલેન્ડમાં છે. તમે ફિલ્મી કે જેલ થીમ આધારિત રેસ્ટોરન્ટ્સ જોયા હશે, પરંતુ આવી અનોખી થીમ આધારિત રેસ્ટોરન્ટ તમે ભાગ્યે જ જોશો.

આ વીડિયોમાં એક રેસ્ટોરન્ટની અંદરના ફ્લોરને તળાવ જેવું બનાવવામાં આવ્યું છે, જેમાં તે પાણીથી ભરેલું છે અને માછલીઓ તરી રહી છે. આ બધાની વચ્ચે ખુરશીઓ અને ટેબલ પણ મૂકવામાં આવ્યા છે, જ્યાં લોકો આરામથી બેસીને ભોજનનો આનંદ લઈ શકે છે અને સુંદર માછલીઓનો નજારો પણ જોઈ શકે છે. 

આ અનોખા રેસ્ટોરન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માત્ર 18 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 17 મિલિયન એટલે કે 1.7 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 75 હજારથી વધુ લાઈક્સ મળી છે.


Google NewsGoogle News