થાઈલેન્ડમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 23ના મોત, રેસ્ક્યૂમાં એક પણ વ્યક્તિ જીવતો ન મળ્યો
અગાઉ પણ અહીં આવી જ અનેક ઘટનાઓ બની ચૂકી હતી
Thailand Firecrackers Blast: થાઈલેન્ડમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં આ ઘટના બની હોવાની જાણકારી મળી છે. ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિના બચવાની શક્યતા નથી. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી જેમાં ઘટના દરમિયાન ખાલી પડેલા ડાંગરના ખેતરમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે.
An explosion at a fireworks factory in central Thailand has killed at least 23 people, according to provincial officials. The blast occurred in Suphan Buri province. https://t.co/Jt9grGyZjP #BreakinNews #Breaking #News pic.twitter.com/IH4O9WOmye
— Brett Murphy (@bmurphypointman) January 17, 2024
પોલીસે શરૂ કરી તપાસ
અહેવાલ અનુસાર પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી હતી. જેમાં જાણ થઈ કે નવેમ્બર 2022માં પણ આ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને ત્યારે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઓગસ્ટ 2023 માં પણ, નરાથીવાટ પ્રાંતમાં ફટાકડાના વેરહાઉસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા.
સુફાન બુરીના ગવર્નરે શું કહ્યું?
સુફાન બુરી પ્રાંતના ગવર્નર નટ્ટપત સુવાનપ્રતિપે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 23 લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે વિસ્ફોટનું કારણ શું છે? તે અત્યારે જાણી શકાયું નથી. તેમણે એ પણ જણાવ્યું કે ફટાકડાની ફેક્ટરી કાયદેસર રીતે ચાલી રહી હતી અને કંપની પાસે માન્ય લાઇસન્સ પણ છે.