Get The App

કેફી દ્રવ્યોના વ્યસની હિંસક પુત્રથી બચવા માતાએ ઘરમાં બનાવી જેલ, આખરી ઉપાય ભારે પડ્યો!

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
Mother Turns Her Home into a Literal Prison


Mother Turns Her Home into a Literal Prison: એક વયોવૃદ્ધ થાઈ માતાએ તેના કેફી દ્રવ્યો તથા જુગારના બંધાણી હિંસક પુત્રથી બચવા પોતાના ઘરમાં જ જેલ બનાવી નાંખી છે.તમામ સુવિધાઓથી સજ્જ આ જેલમાં ભોજન-પાણી પુરા પાડવા માટે જેલના સળિયા વચ્ચે નાની જગ્યા પણ રાખવામાં આવી છે. 

પોલીસે આપી ચેતવણી 

પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસે ગયા અઠવાડિયે આ ઘરની મુલાકાત લઇ માતાને ચેતવણી આપી હતી કે આ માનવાધિકારનું ઉલ્લંઘન છે અને પુત્રને ગેરકાયદે કેદમાં રાખવાના ગુનાસર અને કેદમાં જ ગંભીર ઈજાથી મોત થાય તો માતાને પીનલ કોડની કલમ 310 હેઠળ તેને પંદર વર્ષની કેદની સજા થઈ શકે છે.

પુત્રની હિંસક હરકતોથી બચવા આ પગલું ભર્યું 

થાઈલેન્ડના બુરીહામ પ્રાંતની આ મહિલાની વય 64 વર્ષની છે. આ મહિલાએ તેના 42 વર્ષના પુત્રની હિંસક હરકતોથી પોતાને અને પડોશીઓને બચાવવા માટે આ જેલ બનાવવાનું આખરી પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. જયારે પુત્ર હિંસક બની જાય ત્યારે માતા તેને આ જેલમાં પુરી દે છે.

સમય સાથે પુત્ર વધુ હિંસક બનતો ગયો

માતાએ પોલીસને જણાવ્યું હતું કે મારો પુત્ર નશા અને જુગાર રમવાનો બંધાણી છે. વળી તે હિંસક વર્તન પણ કરે છે. હું પોતે 20 વર્ષથી વધારે સમયથી ડરની મારા પુત્ર સાથે રહી હોવાથી હવે સૌની સલામતી ધ્યાનમાં રાખીને પુત્રને ઘરમાં જ જેલમાં પૂરી રાખવાનું શરુ કર્યું હતું. મેં મારા પુત્રને સુધારવાની તમામ કોશિશ કરી હતી, પણ સમય વીતવા સાથે તે વધારે હિંસક બનતો ગયો.

આ પણ વાંચો: 'ઈલોન મસ્ક ઝેર ફેલાવે છે...', બ્રિટિશ અખબારે X પ્લેટફોર્મ છોડ્યું, ફ્રાન્સમાં પણ કેસ દાખલ

હતાશાથી કંટાળી પતિ પણ અવસાન પામ્યા

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે મારા પતિના અવસાન બાદ હું મારા પુત્ર સાથે એકલી રહું છું. મારા પુત્રના વ્યસનને કારણે તંગદિલી અને હતાશાથી કંટાળી મારા પતિ પણ અવસાન પામ્યા હતા. મારી સુરક્ષા માટે આખરે મેં ઘરમાં જ પુત્ર માટે જેલ બનાવી છે.

પુત્ર માટે ઘરમાં જ જેલ બનાવી

23 ઑક્ટોબર આ મહિલાએ પોલસને બોલાવવી પડી હતી કેમ તેપોતાના પુત્રને નિયંત્રણમાં રાખી શકતી નહોતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ માતા જાણતી હતી કે તે પાછો આવી જશે. આથી તેણે પુત્ર માટે ઘરમાં જ જેલ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ જેલમાં તેણે સીસીટીવી પણ બેસાડેલાં છે જેના દ્વારા તેના પુત્રની હરકતો પર ચોવીસે કલાક ધ્યાન રાખી શકાય.

જેલમાં તમામ સુવિધા પણ રખાઇ

માતાએ તેના પુત્ર માટે બનાવેલી આ જેલમાં તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. તેમાં બેડ, બાથરૂમ અને વાઈફાઈની સુવિધા પણ રખાઇ છે. માતાએ તેના પુત્રને ખોરાક અને પાણી પુરાં પાડવા માટે નાની જગ્યા પણ છોડી છે.

કેફી દ્રવ્યોના વ્યસની હિંસક પુત્રથી બચવા માતાએ ઘરમાં બનાવી જેલ, આખરી ઉપાય ભારે પડ્યો! 2 - image


Google NewsGoogle News