ટેસ્ટ ક્રિકેટ બન્યું 'ટી-20' : ઇતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટમાં ભારતનો વિજય

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
ટેસ્ટ ક્રિકેટ બન્યું 'ટી-20' : ઇતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટમાં ભારતનો વિજય 1 - image


- 642 બોલ, 464 રન અને 33 વિકેટમાં મેચ સમેટાઈ : દક્ષિણ આફ્રિકાનો પરાજય

- પ્લેયર ઓફ ધ મેચ સિરાજ અને પ્લેયર ઓફ ધ સીરીઝ બુમરાહની બીજી ઈનિંગમાં 61 રનમાં 6 વિકેટ : ભારતે 79 રનનો ટાર્ગેટ 3 વિકેટે પાર પાડયો : શ્રેણી 1-1 થી બરાબરીએ રહી

કેપટાઉન : ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ બીજા જ દિવસે જીતીને ટેસ્ટ શ્રેણી ૧-૧ થી સરભર કરવામાં સફળતા મેળવી હતી. જો કે, આ ટેસ્ટમાં કેટલાક ઐતિહાસિક રેકોર્ડ પણ સર્જાયા. આ ટેસ્ટ મેચ માત્ર ૬૪૨ બોલમાં (૧૦૭ ઓવરો) પૂરી થઈ અને ક્રિકેટ ઇતિહાસની તે સૌથી ઓછી ઓવરો કે બોલમાં પરિણામ આવ્યું હોય તેવી ટેસ્ટમેચ બની છે. અગાઉનો રેકોર્ડ પણ ૬૫૬ બોલનો ૧૯૩૧-૩૨માં ઓસિ.- સાઉથ આફ્રિકા વચ્ચેનો હતો.

આજે ૬૨ રને ૩ વિકેટથી આગળ રમતા સાઉથ આફ્રિકા ૧૭૬ રનમાં ઓલઆઉટ થયું હતું. 

જવાબમાં ભારતે વિજય માટેના ૭૯ રન ૩ વિકેટે પાર પાડયા હતા. બુમરાહે છ વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસે ૨૩ વિકેટ પડી હતી ત્યારે પ્રથમ દિવસની રમતમાં સૌથી વધુ વિકેટ પડી હોય તેવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. આ ઉપરાંત ભારતે તેની આખરી છ વિકેટ એક પણ રન ઉમેર્યા વગર ગુમાવી હતી તેવું પણ ક્રિકેટ ઇતિહાસમાં ક્યારેય નહોતું બન્યું.

બુધવારે પ્રથમ દિવસે સિરાજની ૧૫ રનમાં છ વિકેટ ઝડપતી બોલિંગ સામે સાઉથ આફ્રિકા ૫૫ રનમાં ખખડયું હતું તે પછી ભારત પ્રથમ દિવસે જ ૧૫૩ રનમાં ઓલઆઉટ થયું હતું. 

બેટિંગ માટે અત્યંત કઠીન પીચ પર ભારતે ૯૮ રનની નિર્ણાયક સરસાઈ મેળવી હતી.

પ્રથમ દિવસની રમતના અંતે જ સાઉથ આફ્રિકાએ ૬૨ રનમાં ૩ વિકેટ ગુમાવી હતી. આમ પ્રથમ દિવસે ૨૭૦ રનમાં ૨૩ પડી હતી. પ્રથમ ઇનિંગમાં સિરાજે કાતિલ બોલિંગ નાખી હતી અને આજે બીજા દિવસે પ્લેયર ઓફ ધ મેચ બુમરાહે ૬૧ રનમાં ૬ વિકેટ ઝડપથી યાદગાર બોલિંગ બોલિંગ નાખી હતી. સાઉથ આફ્રિકા લંચને થોડી જ મિનિટો બાકી હતી ત્યારે ૧૭૬ રનમાં બોલઆઉટ થતા ભારતને ૭૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે તેઓએ ૩ વિકેટ ગુમાવી ૧૨ ઓવરોમાં જ પાર પાડયો હતો.

સાઉથ આફ્રિકાના માર્કરામે આવી પીચ પર ૧૦૩ બોલમાં ૧૦૬ રન, ૧૬ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ફટકારી વિવેચકો અને ચાહકોની દાદ મેળવી હતી. પ્લેયર ઓફ ધ મેચ સિરાજ (૧૫/૬, ૩૧/૧) જ્યારે પ્લેયર ઓફ ધ સિરિઝ સંયુક્તપણે એલ્ગર (શ્રેણીમાં ૨૦૧ રન) અને બુમરાહ (શ્રેણીમાં ૧૨ વિકેટ) જાહેર કરવામાં આવ્યા હતા.

ભારત આ સાથે કેપટાઉન ટેસ્ટમાં સૌ પ્રથમ વખત જીત્યું હતું. અત્યાર સુધીના બંને દેશો વચ્ચેના ૩૧ વર્ષના ક્રિકેટમાં આ અગાઉ કેપટાઉનમાં ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે છ ટેસ્ટ મેચ રમાઈ હતી જેમાં ચાર ટેસ્ટ સાઉથ આફ્રિકા જીત્યું હતું અને બે ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી.હવે આ બંને વચ્ચેની કેપટાઉન પરની સાતમી ટેસ્ટ હતી જે ભારત જીત્યું છે.

ક્રિકેટ ઇતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ

બોલ

ટીમ

વર્ષ

૬૪૨

ભારત- સાઉથ આફ્રિકા

૨૦૨૩

૬૫૬

ઓસ્ટ્રેલિયા- સાઉથ આફ્રિકા

૧૯૩૨

૬૭૨

વિન્ડિઝ- ઇંગ્લેન્ડ

૧૯૩૪

૭૮૮

ઇંગ્લેન્ડ- ઓસ્ટ્રેલિયા

૧૮૮૮

૭૯૨

ઇંગ્લેન્ડ- ઓસ્ટ્રેલિયા

૧૮૮૮


-

સાઉથ આફ્રિકા

ભારત

પ્રથમ ઇનિંગ

૫૫ (૨૩.૨)

૧૫૩ (૩૪.૫)

બીજી ઇનિંગ

૧૭૬ (૩૬.૫)

૮૦/૩ (૧૨


* બે દિવસમાં કુલ પાંચ સેશન કરતા પણ ટેસ્ટ ઓછી રમાઈ


Google NewsGoogle News