પહેલાં સડક પર 15ને કચડયા : પછી મસ્કનો ટેસ્લા ટ્રક ટ્રમ્પ સેન્ટર પાસે સળગ્યો : બંને વચ્ચે શો સંબંધ છે ?
- અમેરિકામાં આતંકીઓનું સ્લીપર સેલ સક્રિય બન્યું છે
- પોલીસ એફબીઆઈને જે સામગ્રી મળી છે તે પરથી સ્પષ્ટ બને છે કે આવા હુમલાઓ સમજી વિચારીને ઘડેલી રણ નીતિના ભાગરૂપે જ છે
ન્યૂયોર્ક : અમેરિકાનાં ન્યૂઓર્લિયન્સ શહેરમાં બર્બોન સ્ટ્રીટ પર ટ્રક દ્વારા કરાયેલા હુમલા અને તે પછી ટ્રમ્પ સેન્ટર (લાવેગસ) પાસે ઉભેલી ટેસ્લા ટ્રકમાં થયેલા ધડાકા વચ્ચે કોઈ નિશ્ચિત સંબંધ છે ? તેની તપાસહવે એફબીઆઈ કરી રહી છે, તે આ બંને હુમલાનાં આતંકી કનેકશનની પણ તપાસ કરી રહી છે. તે માને છે કે આ બંને હુમલા તથા આવા હુમલાઓ પાછળ એક સમજી વિચારીને ઘડાયેલી રણનીતિ રહેલી છે. તેની પાછળ આતંકી જૂથ આઈ.એસ.આઈ.એસનો જ હાથ હતો.
બર્બોર્ન સ્ટ્રીટમાં કરાયેલા હુમલા માટે જે ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ટ્રકમાંથી પોલીસ અને એફ.બી.આઈ.ને ઘણી ચોંકાવનારી સામગ્રી મળી છે જે દર્શાવે છે કે આ હુમલા પાછળ આઈ.એસ.આઈ.એસ.નો જ હાથ છે.
હવે આ ઘટના અને ટ્રમ્પ સેન્ટર પાસે બનેલી ઘટના વચ્ચે કોઈ કડી છે કે કેમ તે એફબીઆઈ શોધી રહી છે. તે સર્વવિદિત છે કે નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુ.એ વિધિવત પદગ્રહણ કરવાના છે.
જાણકારો કહે છે કે ટ્રમ્પ સત્તારૂઢ થાય તે આતંકી સંગઠનોથી સહન થઇ શકે તેમ નથી તેથી આઈ.એસ.આઈ.એસ. દ્વારા અમેરિકામાં રહેલાં તેમાં આતંકી સંગઠનોને જાગૃત (સક્રિય) કર્યાં છે.
આ આતંકી હુમલાનું મધ્ય પૂર્વ સાથેનું કનેકશન જોઇએ : એવી માહિતી એફબીઆઈને પ્રાપ્ત થઇ છે કે છેલ્લા કેટલાયે દિવસોથી ઇઝરાયલ જે રીતે હમાસ, હિઝબુલ્લાહ અને હૂતિ આતંકીઓને ઘમરોળી રહ્યું છે તેથી તે આતંકીજૂથોને મહાન બનતાં આતંકી જૂથો જેઓ હજી સુધી અમેરિકામાં સુષુપ્ત સ્થિતિમાં હતાં તેને આઈ.એસ.આઈ.એસ સક્રિય કરી દીધાં છે. તેઓ હવે હુમલાઓ કરી રહ્યાં છે. એફ.બી.આઈ. તો ત્યાં સુધી કહે છે કે આવા છૂટા છવાયા હુમલાઓ તો માત્ર પૂર્વરંગ છે. આ પછી શ્રેણીબદ્ધ હુમલાઓ થવાની પૂરી શક્યતા છે. માટે દરેકે સાવચેત રહેવું જ પડે તેમ છે.
આ હુમલાઓ પાછળ સંભવિત આતંકી એંગલ હોવાની પૂરી સંભાવના છે. અમે નાગરિકો અને અમેરિકાની મુલાકાતે આવનાર યાત્રિકોની સલામતી માટે સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે તેમ પ્રમુખ બાયડેને કહ્યું હતું.
દરમિયાન ન્યુયોર્કની નાઇટ ક્લબમાં માસ શૂટિંગ્સ થયું હતું. બુધવારે રાત્રે બનેલી આ ઘટનામાં ૧૧નાં મૃત્યુ થયાં હતાં, અનેક ઇજાગ્રસ્ત થયા હતા.