Get The App

પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાય મૂર્તિનાં ઘર ઉપર આતંકી હુમલો : 2017માં તેમણે શરીફને ગેરલાયક ઠરાવ્યા હતા

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાય મૂર્તિનાં ઘર ઉપર આતંકી હુમલો : 2017માં તેમણે શરીફને ગેરલાયક ઠરાવ્યા હતા 1 - image


- આતંકી હુમલો કે વિદેશી કાવતરું ? તેની શોધ થાય છે

- તેઓ અને તેમનું કુટુમ્બ બાલ બાલ બચી ગયું : બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા : તપાસ ચાલે છે

લાહોર : પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સાકીબ નિસ્સારનાં લાહોર સ્થિત ઘર ઉપર આતંકી હુમલો થયો હોવાના સમાચાર મળ્યા છે. પાકિસ્તાનનાં અખબાર ડોન પ્રમાણે પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિનાં ઘરમાં આવેલા ગેરેજમાં ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. તેના ધમાકાની ઝપેટમાં આવી ગયેલા બે પોલીસને પણ ઇજાઓ થઇ હતી. જો કે આ વિસ્ફોટ લીધે પૂર્વ મુખ્ય ન્યાય મૂર્તિની મોટરને ઘણું જ નુકસાન થયું હતું. જો કે આ હુમલામાં મુખ્ય ન્યાયમૂર્તિ તેમનાં કુટુમ્બીજનોને કોઈ નુકસાન થયું ન હતું. તેઓ બાલ બાલ બચી ગયાં. પોલીસે તેની પ્રાથમિક તપાસમાં તેને આતંકી હુમલો કે વિદેશી સાજીશ માને છે.

ખરી વાત તે છે કે ૨૦૧૭માં તેમણે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ચૂંટણી લડવા માટે પણ ગેરલાયક ઠરાવ્યા હતા.

પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સાકીબ નિસ્સારના ઘર ઉપર થયેલા આ આતંકી હુમલાએ પોલીસની ઊંઘ ઉડાવી દીધી છે. તે અંગે જારી કરેલા એક નિવેદનમાં પોલીસ પ્રવક્તાએ કહ્યું કે પ્રાંતીય ડીજીપી ઉસ્માન ઉમરે તે ઘટનાની ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે. જો કે મુખ્ય ન્યાયમૂર્તિ અને તેઓનું સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. લાહોર જિલ્લાના આઈજીપીએ સંપૂર્ણ તપાસનો આદેશ આપી દીધો છે. વરિષ્ઠ પોલીસ અને નાગરિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ હુમલામાં કોન્સ્ટેબલો આમીર અને ખુર્રમને મામુલી ઇજા થઇ છે. તેમને તુર્ત જ હોસ્પિટલ મોકલી ઇલાજ શરૂ કરાયો છે.

ડૉન વધુમાં જણાવે છે કે ન્યાયમૂર્તિ નિસ્સાર ૧૮ ફેબુ્રઆરી ૨૦૧૭માં દેશની સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરાયા હતા તે પૂર્વે તેઓ લાહોર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ પદે હતા. ૨૦૧૭માં તેમણે નવાઝ શરીફને (ચૂંટણી માટે) અયોગ્ય ઠરાવ્યા હતા.


Google NewsGoogle News