આફ્રિકામાં નવા ઘાતક વાયરસનો આતંક, કોરોના કરતાં પણ 10 ગણો ખતરનાક હોવાનો દાવો
મારબર્ગ વાયરસ ફળખાતા ચામાચીડિયામાંથી માણસમાં ફેલાય છે
સંક્રમિત દર્દીઓમાં મુત્યુ થવાનું જોખમ 88 ટકા જેટલું
Marburg Virus News | આફ્રિકી દેશ રવાન્ડામાં સૌથી શકિતશાળી ગણાતા મારબર્ગનું સંક્રમણ ફેલાતા ચિંતા પ્રસરી છે. ઉચ્ચ પ્રકારની સંક્રમણ ક્ષમતા ધરાવતા હોય છે જેમાં મુત્યુદર 90 ટકા જેટલો હોય છે. મારબર્ગ વાયરસથી સંક્રમણનો આજ સુધી કોઇ સારવાર કે ઉપાય શોધી શકાયો નથી માટે અત્યંત ઘાતક માનવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન દુનિયાના ખતરનાક ગણાતા વાયરસમાં કોરોના કરતા 10 ગણો ઘાતકી ગણવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મારબર્ગ વાયરસ ફળખાતા ચામાચીડિયામાંથી માણસમાં ફેલાય છે. સંક્રમિત વ્યકિતઓમાં શારીરિક તરલ પદાર્થ અને દુષિત પથારીની ચાદર જેવી સપાટીના સંપર્કમાં આવવાથી માણસોમાં ફેલાય છે. મધ્ય આફ્રિકામાં દેશ રવાન્ડામાં વાયરસ પ્રકોપની જાહેરાત થયાના એક જ દિવસમાં 6 લોકોના મોત થયા હતા.
રવાન્ડાના સ્વાસ્થ્યમંત્રીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ૨૬ જેટલા સંક્રમિત દર્દીઓની ઓળખ થઇ ચુકી છે. સંક્રમણ ફેલાતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ પાળવાની સૂચના આપવામાં આવી છે. કેટલાક શંકાસ્પદ દર્દીઓને કોરન્ટાઇન કરીને અલગ સ્થળે રાખવામાં આવ્યા છે. જો મારબર્ગને નિયંત્રણમાં લેવામાં નહી આવેતો રવાન્ડામાં કાળો કેર વરતાવશે એવું નિષ્ણાતો માની રહયા છે.