Get The App

આ દેશમાં ભયંકર દુકાળ: પેટ ભરવા હાથી-ઝિબ્રા સહિતના જાનવરોને મારવાનો આદેશ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
આ દેશમાં ભયંકર દુકાળ: પેટ ભરવા હાથી-ઝિબ્રા સહિતના જાનવરોને મારવાનો આદેશ 1 - image


Image: Facebook

Famine in Namibia: દક્ષિણ આફ્રિકન દેશ નામીબિયામાં ભયંકર દુકાળ પડ્યો છે. અનાજના ફાંફા પડી ગયા છે. નામીબિયામાં છેલ્લા 100 વર્ષમાં આવો દુકાળ ક્યારેય પડ્યો નથી. આ દેશમાં લોકોની પાસે અનાજ ખતમ થઈ ગયુ છે. અનાજના સરકારી ગોડાઉન પણ ખાલી થઈ ગયા. દરમિયાન સરકારે હાથી, ઝિબ્રા અને દરિયાઈ ઘોડા સહિત 700 જાનવરોને મારવાનો આદેશ આપી દીધો છે. ગયા મહિને સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યુ હતું કે નામીબિયાની અડધી વસતી ભૂખમરા સામે ઝઝૂમી રહી છે.

નામીબિયાના પર્યાવરણ મંત્રાલયે સોમવારે જાહેરાત કરી દીધી કે 723 જાનવરોને મારીને તેમના માંસને દુકાળ પ્રભાવિત વિસ્તારોમાં વહેંચવામાં આવશે. અનાજની અછતના કારણે દુકાળ પ્રભાવિત વિસ્તારોમાં પણ રાહત માટે માંસ જ વહેંચવું પડી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે મારનાર જાનવરોમાં 30 હિપ્પો, 60 ભેંસ, 50 ઈમ્પાલા, 100 બ્લૂ વાઈલ્ડરબીસ્ટ, 300 ઝિબ્રા, 83 હાથી અને 100 અન્ય જાનવર સામેલ છે. 

પ્રોફેશનલ શિકારી જ સફારીમાં જઈને આ જાનવરોનો શિકાર કરશે. માંગેતીમાં અત્યાર સુધી 157 જાનવરોનો શિકાર કરવામાં આવ્યો છે. મહાંગો નેશનલ પાર્કમાં 20, ક્વાંદોમાં 70, બુફાલોમાં 6, મુદુમોમાં 9 જાનવરોનો શિકાર કરવામાં આવ્યો છે. અલ-નીનોના કારણે દુકાળથી દક્ષિણ આફ્રિકાના 6.8 કરોડ લોકો પ્રભાવિત છે. 2024ની શરૂઆતમાં જ દુકાળનો પ્રભાવ શરૂ થઈ ગયો હતો. તે બાદ પાક બરબાદ થઈ ગયો અને ધીમે-ધીમે અનાજની અછત થવા લાગી. દક્ષિણ આફ્રિકન વિકાસ સમુદાયના અનુસાર 16 દેશ દુકાળ પ્રભાવિત છે.

ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવી પહેલા જ ખાદ્ય સંકટની જાહેરાત કરી ચૂક્યા છે. જાનવરોનું કહેવું છે કે અલ નીનોના કારણે સંકટ વધી શકે છે. નામીબિયાની સરકારનું કહેવું છે કે જાનવરોને મારવાથી લોકોને ભોજન ઉપલબ્ધ કરાવી શકાશે. આ સિવાય જંગલી જાનવરો પર પણ તેમની સંખ્યા ઓછી થવાથી દુકાળનો પ્રભાવ ઓછો પડશે. ઘણા સ્થળો પર પાણી માટે જાનવર એકબીજાને મારી રહ્યાં છે.

જાણકારોનું કહેવું છે કે જો જાનવરોને સંસાધન ન મળ્યાં તો તે માનવ વસતીઓમાં ઘૂસીને લોકોને નુકસાન પહોંચાડવા લાગશે. દુકાળ સામે લડવા માટે હાથીઓની સંખ્યા ઓછી કરવાની જરૂર છે. દુકાળની સ્થિતિને જોતાં સંયુક્ત રાષ્ટ્રને પણ મદદ માટે ઉતરવું જોઈએ. ઓસ્ટ્રેલિયાએ પણ દુકાળથી લડવા માટે કાંગારુઓને મારવાની અનુમતિ આપી હતી.

કલિંગની પ્રક્રિયામાં તે જાનવરોને મારવામાં આવે છે જે પહેલેથી જ કમજોર છે. આ માટે પ્રોફેશનલ શિકારીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તેનાથી જે માંસ સરકારને મળે છે તે દુકાળ સામે લડવા માટે ઉપયોગમાં લેવાય છે. આફ્રિકાના ઘણા દેશોમાં હાથીઓની સંખ્યા ખૂબ છે. નામીબિયામાં લોકોની વસતી લગભગ 23 લાખ છે. લોકો શિકાર અને ખેતી પર જ નિર્ભર રહે છે. સમયસર વરસાદ ન થતાં ત્યાં ઘણી વખત ખાદ્ય સંકટ ઊભો થઈ જાય છે.


Google NewsGoogle News