VIDEO:એમ્યુઝમેન્ટ પાર્કમાં વોટર રાઈડમાં એકાએક બ્લાસ્ટ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

આગની ઘટના બાદ એમ્યુઝમેન્ટ પાર્કમાં હાજર તમામ લોકો બહાર નીકળી ગયા હતા

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
VIDEO:એમ્યુઝમેન્ટ પાર્કમાં વોટર રાઈડમાં એકાએક બ્લાસ્ટ, લોકોના જીવ તાળવે ચોંટ્યા 1 - image


Water Ride Explosion: એમ્યુઝમેન્ટ પાર્કમાં વોટર રાઈડનો આનંદ માણવો દરેક લોકોને ગમે છે. પરંતુ સ્વીડનમાં ગોથેનબર્ગના લિસેબર્ગ એમ્યુઝમેન્ટ પાર્કના વોટર રાઈડમાં જોરદાર વિસ્ફોટ થવા લાગ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ અહીં હાજર તમામ લોકો બહાર નીકળી ગયા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે,સૌથી પહેલા રાઈડની બાજુમાં આવેલી ઈમારતમાં જોરદાર વિસ્ફોટ થાય છે. પછી વોટર રાઈડમાં જ વિસ્ફોટ થવા લાગે છે. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ફાયર વિભાગના એક અધિકારીને જણાવ્યું હતું કે, 'જાણીએ છીએ કે અન્ય વસ્તુઓની સાથે વોટર સ્લાઈડમાં આગ લાગી હતી, પરંતુ આ આગ કેવી રીતે લાગી તે અમને ખબર નથી.'

અહેવાલો અનુસાર આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વિસ્ફોટો બાદ અનેક મકાનો અને ઓફિસની ઇમારતો ખાલી કરાવવામાં આવ્યા હતા.


Google NewsGoogle News