Get The App

વધુ બે કટ્ટર દેશ વચ્ચે યુદ્ધ ભડકવાની તૈયારી! સરમુખત્યારની બહેને અંજામ ભોગવવાની આપી ધમકી

Updated: Oct 13th, 2024


Google News
Google News
North Korea South Korea Conflict


North Korea South Korea Conflict: રશિયા-યુક્રેન, ઇઝરાયલ-પેલેસ્ટાઇન, ઇઝરાયલ-લેબેનોન અને ઇઝરાયલ-ઇરાન બાદ વિશ્વના અન્ય બે કટ્ટર દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાને લાંબા સમયથી એકબીજાના કટ્ટર દુશ્મનો માનવામાં આવે છે, પરંતુ તાજેતરમાં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા આદેશ પણ આપી ચૂક્યા છે. આ દરમિયાન તેમની બહેન કિમ યો જોંગએ દક્ષિણ કોરિયાને અંજામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી છે. 

ચેતવણી વગર હુમલો થશે

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરી જણાવ્યું કે, દક્ષિણ કોરિયાએ 3, 9 અને 10 ઓક્ટોબરે ઉત્તર કોરિયાના હવાઇ ક્ષેત્રમાં માનવરહિત ડ્રોન ઉડાડ્યું હતું. જો કે, દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રી કિમ યોંગ-હ્યુનને આ આરોપ ફગાવી દીધા હતા, પરંતુ બાદમાં સંયૂક્ત ચીફ ઓફ સ્ટાફે પોતાના નિવેદનમાં સંશોધન કરતા કહ્યું કે, અમે પુષ્ટિ નથી કરી શકતા કે ઉત્તર કોરિયાના આરોપ સાચા છે કે ખોટા. જે બાદ શનિવારે રાત્રે સરમુખત્યાર કિમ જોંગ ઉનની બહેને કહ્યું કે, દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાની સુરક્ષાને જોખમમાં નાખવાનું કામ કર્યું છે. માટે હવે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા પર ચેતવણી વગર હુમલો કરશે, પરંતુ દક્ષિણ કોરિયાએ અત્યાર સુધી આ ધમકી પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. 

આ પણ વાંચોઃ 'ઉશ્કેરવાનું બંધ કરો નહીંતર પરમાણુ હુમલામાં વાર નહીં કરીએ..' કિમ જોંગની અમેરિકાને સીધી ધમકી

અગાઉ કિમ જોંગએ આપી હતી ધમકી

ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજેન્સીના અહેવાલ મુજબ, ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગએ તાજેતરમાં જ દક્ષિણ કોરિયાને ચેતવણી આપી હતી કે, જો દક્ષિણ કોરિયા ઉશ્કેરણી કરશે તો ઉત્તર કોરિયા કોઇપણ સંકોચ વગર પરમાણુ હથિયારોનું ઉપયોગ કરી જવાબી કાર્યવાહી કરશે. નોંધનીય છે કે, ઉત્તર કોરિયા લાંબા સમયથી દક્ષિણ કોરિયા વિરૂદ્ધ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. ઉત્તર કોરિયા દ્વારા હથિયારોનું પરિક્ષણ અને દક્ષિણ કોરિયાનું અમેરિકા સાથે મળીને સૈન્ય અભ્યાસના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયું છે. 

નોંધનીય છે કે, ઉત્તર કોરિયાના વહીવટી તંત્રએ પાછલા કેટલાક દિવસોથી દક્ષિણ કોરિયાને અડીને આવેલી પોતાની બોર્ડર સીલ કરવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયા જતા તમામ માર્ગો પણ બંધ કરી દીધા છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે રેલવે સેવાઓ પણ બંધ કરી દેવાઇ છે. બોર્ડર સાથે જોડાયેલા વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. આ કારણસર કેટલાક નિષ્ણાતો માને છે કે, ઉત્તર કોરિયાની તૈયારીઓ પરથી લાગી રહ્યું છે કે તે દક્ષિણ કોરિયા પર કોઇ પણ સમયે મોટો હુમલો કરી શકે છે.

આ પણ વાંચોઃ ઈરાનની ચાલમાં ફસાયું ઈઝરાયલ, જાણો શું છે ઓક્ટોપસ યુદ્ધ, રશિયાની એન્ટ્રીની પણ આશંકા


Tags :
North-Koreasouth-KoreaGujarat-Samachar

Google News
Google News