Get The App

ટ્રમ્પ આવતાં પહેલાં જ અમેરિકા પાક. વચ્ચે તંગદિલી વ્યાપી

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ આવતાં પહેલાં જ અમેરિકા પાક. વચ્ચે તંગદિલી વ્યાપી 1 - image


- ટ્રમ્પના સલાહકાર રીચાર્ડ ગ્રીનેલે ઇમરાન ખાનની મુક્તિની માગણી કરી, તે સાથે પાકિસ્તાનમાં ભૂકંપ મચી ગયો છે

નવી દિલ્હી : કમલા હેરિસને હરાવી સત્તાધીશ બનનારા ડોનાલ્ડ ટ્રમ્પે હજી તો સત્તા સંભાળી નથી ત્યાં તો એક પછી એક નિવેદનો કરી દુનિયાભરમાં હડકંપ મચાવી દીધો છે. અમેરિકા-ચીન સંબંધ હોય કે પનામા કેનાલ હોય કે ભારત-ચીન સાથે ટેરિફ વિવાદ હોય. દરેકમાં તેવો ધડાકાબંધ વિધાનો કરી રહ્યા છે. કેનેડાને તો અમેરિકાનું ૫૧મું રાજ્ય જોકમાં કહી દે છે.

આવા આ ટ્રમ્પના સલાહકાર રિચાર્ડ ગ્રિનેલે પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું છે કે, ઇમરાનખાનને મુક્ત કરો. આ વિધાનોએ પાકિસ્તાનમાં હલચલ મચાવી દીધી છે.

આથી પાકિસ્તાનના શહબાઝ સરકાર ઘડીભર થાપ ખાઈ ગઈ હતી. પરંતુ પછી પોતાને સંભાળી કહ્યું કે 'પાકિસ્તાન અમેરિકા સાથે સારા સંબંધો રાખવા માગે છે પરંતુ તે તેનાં સન્માનના ભોગે નહીં.'

આ મામલો ટ્રમ્પના સલાહકાર ગ્રિનેલે ન્યૂઝ એક્સને આપેલા ઇન્ટરવ્યુમાંથી ઊભો થયો છે. તેમણે મંગળવારે તે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઇમરાનખાન એક રાજકીય નેતા જ નથી, ક્રિકેટર પણ છે. તેઓ જે ભાષામાં વાત કરે છે તે સહજ રીતે સમજી શકાય તેમ છે. તેઓ પાસે વ્યાવસાયિક કૌશલ્ય છે. તેઓ વધુ સારૃં કામ કરી શકે તેમ છે. સારૃં કામ કર્યું પણ હતું. આથી હું ઇચ્છું છું કે તેઓ વહેલામાં વહેલી તકે જેલમાંથી મુક્ત થાય.

વાસ્તવિક્તા છે કે તેઓ ટ્રમ્પની જેમ જ આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. આક્ષેપો આરોપો બની રહ્યા છે. પાકિસ્તાનના સત્તાધિશો તેઓ ઉપર તદ્દન ખોટા આરોપો મુકી તેમને બંદીવાન રાખી રહ્યા છે તે પણ સર્વવિદિત છે.


Google NewsGoogle News