Get The App

યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં પણ અંધાધૂંધ ગોળીબાર, 2 બાળક સહિત 10નાં મોત, આરોપી ફરાર

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
Montenegrin Firing

Montenegrin Firing: યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના સેટિનજેમાં બુધવારે (પહેલી જાન્યુઆરી) ગોળીબારની ઘટનામાં બે બાળકો સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત હતા. પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ 45 વર્ષીય એકો માર્ટિનોવિચ તરીકે કરી છે, હાલમાં આ આરોપી ફરાર છે. 

પોલીસે આરોપીને પકડવા માટે સ્પેશિયલ ફોર્સ તૈયાર કરી 

પોલીસના જણાવ્યાનુસાર, એકો માર્ટિનોવિકે સેટિનજેમાં ગોળીબાર કર્યો હતો. જેમાં બાર માલિક, તેના બાળકો અને આરોપીના કેટલાક સંબંધીઓ માર્યા ગયા હતા. ગોળીબાર પછી આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે  આરોપીને પકડવા માટે સ્પેશિયલ ફોર્સ તૈયાર કરી છે. 

મોન્ટેનેગ્રિનના પ્રધાનમંત્રી મિલોજકો સ્પાજિકે ઈજાગ્રસ્તની સ્થિતિ જાણવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'ઘટનાએ સમગ્ર દેશને આંચકો આપ્યો છે.' આ ઉપરાંત  મોન્ટેનેગ્રિનના પ્રમુખ જેકોવ મિલાટોવિચે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી. ફાયરિંગની ઘટના બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં પણ અંધાધૂંધ ગોળીબાર, 2 બાળક સહિત 10નાં મોત, આરોપી ફરાર 2 - image


Google NewsGoogle News