Get The App

માલદીવ્સના રાષ્ટ્રપતિએ માનવતા નેવે મૂકી! ભારતીય એર એમ્બ્યુલન્સને મંજૂરી ન આપતા કિશોરનું મોત

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
માલદીવ્સના રાષ્ટ્રપતિએ માનવતા નેવે મૂકી! ભારતીય એર એમ્બ્યુલન્સને મંજૂરી ન આપતા કિશોરનું મોત 1 - image

ભારત અને માલદીવ્સ વચ્ચે સતત વિવાદ વધી રહ્યો છે. ત્યારે હવે માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ પર એક મોતનો ગંભીર આરોપ લાગ્યો છે. તેનું કારણ છે કે, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ દ્વારા એરલિફ્ટ માટે ભારત તરફથી અપાયેલા ડોર્નિયર વિમાનનો ઉપયોગ ન કરવાનો નિર્ણય.

શું છે સમગ્ર મામલો

માહિતી અનુસાર, એક સગીર યુવકને બ્રેન ટ્યૂમર હતું. અચાનક તેને સ્ટ્રોક આવ્યો. તેનાથી તેની હાલત ગંભીર થઈ ગઈ. યુવકના પરિવારજનોએ તેમની પરિસ્થિતિ ખરાબ થવા પર ગેફ અલિફ વિલિંગિલી સ્થિત તેના ઘરથી રાજધાની શહેર માલે લે જવા માટે માલદીવ્સના રાષ્ટ્રપતિને એર એમ્બ્યુલન્સની માંગ કરી હતી. અધિકારીઓએ તાત્કાલિક ચિકિત્સા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવા માટે અરજી કરી હતી. પરંતુ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ તેને એરલિફ્ટ માટે ભારત તરફથી અપાયેલા ડોર્નિયર વિમાનન ઉપયોગ કરવાની મંજૂરી આપવાની ના પાડી દીધી. તેના પરિણામે શનિવારે માલદીવ્સમાં એક યુવકનું મોત થઈ ગયું.

મૃતકના પિતાએ લગાવ્યો આરોપ

મૃતક યુવકના પિતાએ જણાવ્યું કે, અમે સ્ટ્રોક બાદ તરત જ માલે લે જવા માટે આઈલેન્ડ એવિએશનને ફોન કર્યો હતો. તેમના દ્વારા અમારા કોલનો કોઈ જવાબ ન અપાયો. ત્યારબાદ તેમણે ગુરુવાર સવારે 8:30 વાગ્યે ફોનનો જવાબ આપ્યો. સાથે જ ફોન પર જણાવ્યું કે, આવા કેસ માટે સમાધાન એર એમ્બ્યુલન્સ છે. ઈમરજન્સી સુવિધાની માંગ કરવાના 16 કલાક બાદ યુવકને માલે લવાયો.

આ વચ્ચે ઈમરજન્સી સુવિધા ઉપલબ્ધ કરાવનારી આસંધા કંપની લિમિટેડના એક અધિકારીએ જણાવ્યું કે, તેમની અપીલ બાદ લઈ જવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. દુર્ભાગ્યપૂર્ણ અંત સમયમાં ઉડાનમાં ટેક્નિકલ સમસ્યાના કારણે ડાયવર્ઝન ન થઈ શક્યું.



Google NewsGoogle News