Get The App

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસને ટેલર સ્વિફ્ટનું સમર્થન, મસ્કે કહ્યું- ‘ફાઈન ટેલર, યુ વિન...’

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Taylor Swift Endorses Kamala Harris


Taylor Swift Endorses Kamala Harris For President Of USA: અમેરિકાની પ્રખ્યાત સિંગર ટેલર સ્વિફ્ટે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યું છે. ગ્લોબલ મેગાસ્ટારે હાલમાં સોશિયલ મીડિયા પોસ્ટ મારફત કમલા હેરિસની આગામી રાષ્ટ્રપતિ પદ પર પસંદગી કરતાં કહ્યું છે કે, આ ડેમોક્રેટિક ઉમેદવાર સ્થિર અને હોશિયાર નેતા છે. આ પોસ્ટ પર ઈલોન મસ્કે પણ મજાકિયા અંદાજમાં જવાબ આપતા લખ્યું છે કે, ‘ફાઈન ટેલર, યુ વિન...’

ટેલર સ્વિફ્ટે ઈન્સ્ટાગ્રામ પર ટીવી પર રાષ્ટ્રપતિ ઉમેદવાર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે યોજાયેલી ડિબેટ જોયા બાદ પોસ્ટ કરી પોતાનો નિર્ણય જણાવ્યો હતો કે, હું પાંચ નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદે કમલા હેરિસ અને ઉપ રાષ્ટ્રપતિ પદે ટીમ વોલ્ઝને મત આપીશ. આ પોસ્ટ ટેલિવિઝન પર પ્રસારિત રાષ્ટ્રપતિ ઉમેદવારની પસંદગી માટે યોજાયેલી ડિબેટ બાદ કરવામાં આવતાં વાયરલ થઈ હતી.

આ પણ વાંચોઃ 'પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે..' યુક્રેન મુદ્દે કમલા હેરિસ ટ્રમ્પ પર વરસ્યાં

શું લખ્યું હતું પોસ્ટમાં

હું કમલા હેરિસને મત આપવા જઈ રહ્યું છે કારણે, તે અધિકારો માટે લડે છે અને હું માનું છું કે, આપણે એક યોદ્ધાની જરૂર છે. તે સ્થિર અને હોશિયાર નેતા છે, હું માનું છું કે જો આપણે અરાજકતા નહીં પણ શાંતિને નેતૃત્વ કરવા દઈશું તો આપણે આ દેશમાં ઘણું બધું કરી શકીશું." બાદમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ‘ચાઈલ્ડલેસ કેટ લેડી’ તરીકે સિગ્નેચર કર્યા છે.

એઆઈની મદદથી મારો દુરપયોગ થયો

હાલમાં જ મને જાણવા મળ્યું કે, એઆઈની મદદથી મારો દુરૂપયોગ કરી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપતી દર્શાવવામાં આવી છે. જેનાથી મારામાં એઆઈ માટે ભય પેદા થયો છે કે, તે કેટલું ખતરનાક છે. જેથી પારદર્શકતા ફેલાવવા અને લોકોને સત્ય જણાવતાં હું આ ચૂંટણીમાં કમલા હેરિસને સંપૂર્ણપણે સમર્થન આપી રહ્યું છું, તેવી જાહેરાત કરી રહ્યું છે. ટીમવોલ્ઝ LGBTQ+ના હકો, આઈવીએફ અને મહિલાના હકો માટે લડી રહ્યા છે.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસને ટેલર સ્વિફ્ટનું સમર્થન, મસ્કે કહ્યું- ‘ફાઈન ટેલર, યુ વિન...’ 2 - image


Google NewsGoogle News