Get The App

ટેલર સ્વિફટ દુનિયાની સૌથી ધનાઢય મહિલા સિંગર, રિહાનાને પાછળ રાખી

૬૦૦ મિલિયન ડોલર આવક ટૂર ઇનકમ અને રોયલ્ટીમાંથી આવે છે

ટેલર કમલા હેરિસને સમર્થન આપતા ચર્ચાનું કેન્દ્ર બની હતી

Updated: Oct 7th, 2024


Google News
Google News
ટેલર સ્વિફટ દુનિયાની સૌથી ધનાઢય મહિલા સિંગર, રિહાનાને પાછળ રાખી 1 - image


ન્યૂયોર્ક,૭ ઓકટોબર,૨૦૨૪,સોમવાર 

અમેરિકી સિંગર ટેલર સ્વિફટની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. ટેલરના કરોડો ચાહકો માટે ખૂશ ખબર છે તે હવે મશહૂર સિંગર રિહાનાને પછાડીને વિશ્વની સૌથી ધનાઢય મહિલા બની છે. એક બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ તેનું કુલ નેટવર્થ અંદાજે ૧.૬ બિલિયન ડોલર છે જેની પુષ્ઠિ ફોર્બ્સ મેગેઝીન દ્વારા પણ કરવામાં આવી છે.

ફોર્બ્સના જણાવ્યા અનુસાર સ્વિફ્ટ ટેલરની ૬૦૦ મિલિયન ડોલર આવક ટૂર ઇનકમ અને રોયલ્ટીમાંથી આવે છે. ૬૦૦ મિલિયન ડોલર તેની મ્યૂઝિક આલ્બમ કિંમતમાંથી અને ૧૨૫ ડોલર રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટમાંથી મળે છે. એવું માનવામાં આવે છે કે ટેલર સ્વિફટે વર્ષ ૨૦૨૩માં માત્ર સ્પોટિફઇ સ્ટ્રીમિંગથી ૧૦૦ મિલિયન ડોલરની રૉયલ્ટી મેળવી હતી. આ રોયલ્ટી આલ્બમ મિડનાઇટ્સ અને ૨૦૨૩માં ૧૯૮૯ આલ્બમના કારણે મળી હતી.

ટેલર સ્વિફટ તાજેતરમાં અમેરિકાના પ્રેસિડેન્સિયલ ઇલેકશનના પ્રચાર માહોલમાં ટેલર ઉમેદવાર કમલા હેરિસને સમર્થન આપતા ચર્ચાનું કેન્દ્ર બની હતી. નારાજ થયેલા પ્રતિ સ્પર્ધી ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ પ્રસિદ્ધ ગાયિકાને નફરત કરતો હોવાની પ્રતિક્રિયા આપી હતી. ટેલરનો જન્મ ૧૩ ડિસેમ્બર ૧૯૮૯માં પેનિસિલવેનિયામાં થયો હતો. ટેલરે ૨૦૦૪માં પોતાની સિંગિગ કરિયરની શરુઆત કરીને ટોચના મુકામ પર પહોંચી છે.


Tags :
Taylor-SwiftPopular-singerrichest-female-singerRihanna-trailmusic-industries

Google News
Google News