Get The App

પાકિસ્તાન પર કહેર બનીને તૂટી પડ્યા તાલિબાનો, 2 ચોકીઓ પર કર્યો કબજો, 19 સૈનિકો પણ માર્યા

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન પર કહેર બનીને તૂટી પડ્યા તાલિબાનો, 2 ચોકીઓ પર કર્યો કબજો, 19 સૈનિકો પણ માર્યા 1 - image


Taliban Army attacks Pakistan: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો બદલો લેવા તાલિબાન લડવૈયાઓએ શનિવારે સવારે લગભગ 4 વાગ્યે અફઘાન-પાક બોર્ડર પર હુમલો કર્યો હતો. જેમાં તાલિબાનની તોપો અને મશીનગન સામે પાકિસ્તાની સેના બેબસ અને લાચાર જોવા મળી રહી હતી. અફઘાનિસ્તાનના તાલિબાન લડવૈયાઓના આ હુમલાને કારણે પાકિસ્તાની સેનાએ તેની બે સરહદી ચોકીઓ છોડીને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, તાલિબાનો દાવો કરે છે કે, આ હુમલામાં લગભગ 19 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે.

આ પણ વાંચો : વહેલી સવારે જોરદાર ભૂકંપથી હચમચ્યા 2 દેશ, દહેશતના માર્યા લોકોએ ઘર બહાર દોટ મૂકી

આ અથડામણમાં 19 પાકિસ્તાની સૈનિકોના મોત

એક રિપોર્ટ પ્રમાણે તાલિબાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ અથડામણ ડુરંડ લાઇનની નજીક પાકટિયા અને ખોસ્ત વિસ્તારોમાં થયો હતો. આ અથડામણમાં તાલિબાન સૈનિકોએ હાલમાં માત્ર પાકિસ્તાની ચોકીઓ પર જ હુમલો નહોતો કર્યો પરંતુ ચોકીઓને બાળીને રાખ કરી દીધી હતી.અમારો હુમલો એટલો ભયંકર હતો કે પાકિસ્તાની સેનાને પીછેહઠ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, 'આ અથડામણમાં 19 પાકિસ્તાની સૈનિકોને માર્યા ગયા હતા. પાકિસ્તાને પોતાનો ગુસ્સો અને કાયરતા દર્શાવતા સરહદ પરના નાગરિક વિસ્તારો પર મોર્ટાર વડે હુમલો કર્યો, જેમાં ત્રણ સામાન્ય નાગરિકોના મોત થયા હતા. 

પાકિસ્તાની સેના તરફથી હજુ સુધી કોઈ નિવેદન નથી

આ વિશે સ્થાનિક તાલિબાન મીડિયાએ અહેવાલ આપતાં જણાવ્યું કે, તાલિબાન સેનાએ શનિવારના રોજ વહેલી સવારે પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કરીને તેનો  કબજે કર્યા હતો. રિપોર્ટ પ્રમાણે બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. જો કે આ ઘટના પર પાકિસ્તાની સેના તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. 

આ પણ વાંચો : ઈલોન મસ્કનું નવું લક્ષ્ય, પોતાનું ખાનગી શહેર બનાવશે, જ્યાં બધા મકાન ભાડે હશે અને...

આ પહેલા પાકિસ્તાની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા  હુમલામાં અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને બાળકો સહિત 51 લોકોનો મોત થયા હતા. તાલિબાને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, આના પર ભારે કિંમત ચૂકવવી પડશે. ત્યારે તેના જવાબમાં પાકિસ્તાને કહ્યું હતું કે, વાયુસેનાએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાન પર હુમલો કર્યા બાદ તે અફઘાનિસ્તાનમાં બેઠો હતો. પરંતુ તાલિબાને તેને તેની સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો હતો અને તેના જવાબી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. 


Google NewsGoogle News