Get The App

તાલિબાન શાસકોએ મહિલાઓને જાહેરમાં સ્પીચ આપવા પર મનાઇ ફરમાવી, મહિલાઓ પર વધી રહયો છે અત્યાચાર

મહિલાઓ બધાની સમક્ષ પોતાની સ્પીચ પણ આપી શકશે નહી.

મહિલાઓને સંગીત વગાડવાની, એકલા ફરવાની પણ મનાઇ

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
તાલિબાન શાસકોએ મહિલાઓને જાહેરમાં સ્પીચ આપવા પર મનાઇ ફરમાવી,  મહિલાઓ પર વધી રહયો છે અત્યાચાર 1 - image


કાબૂલ,૨૩ ઓગસ્ટ,૨૦૨૪,શુક્રવાર 

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ફરી વધુ એક વિકૃત ચહેરો બહાર આવ્યો છે. મહિલાઓએ પોતાનો ચહેરો ઢાંકીને ચાલવું પડશે એટલું જ નહી એટલું જ નહી નવા ફરમાનનું પાલન નહી કરનાર મહિલાઓને ચેતવણી કે દંડ ઉપરાંત ધરપકડ પણ કરવામાં આવશે. આ અંગે તાલિબાની સરકારના પ્રવકતાએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુદજાદાના અનુમોદન પછી કાયદો અમલમાં આવી જશે. મહિલાઓને સંગીત વગાડવાની, એકલા ફરવા કે પ્રવાસ કરવાની છુટ આપવામાં આવશે નહી. 


તાલિબાન શાસકોએ મહિલાઓને જાહેરમાં સ્પીચ આપવા પર મનાઇ ફરમાવી,  મહિલાઓ પર વધી રહયો છે અત્યાચાર 2 - image

મહિલાઓએ જાહેર સ્થળોએ શરીર ઢાકવાનું રહેશે તેમજ કપડા પાતળા કે શરીર કરતા ટુંકા હશે તો ચાલશે નહી.મહિલાઓ જાહેરમાં બધાની સમક્ષ પોતાની સ્પીચ પણ આપી શકશે નહી. અફઘાનિસ્તાનમાં તાલિબાન પાર્ટ-૨ શાસન મહિલાઓ માટે દોજખ સાબીત થયું છે. કાબુલમાં બ્યૂટીપાર્લર ચલાવીને આજીવિકા રળતી મહિલાઓના સલૂન પર પ્રતિબંધ મુકીને બેરોજગાર ઘરમાં રહેવા મજબૂર કરવામાં આવી છે. મહિલાઓને ડ્રાઇવિંગ સ્કુલમાં વાહન શિખવા પર અને ચલાવવાની છુટ મળતી નથી. આમ કટ્ટરપંથી વિચારધારાના સમર્થક તાલિબાનનો અસલી ચહેરો બહાર આવી ગયો છે. 


Google NewsGoogle News