''જે દેશમાં પહેલા પહોંચ્યા ત્યાં જ શરણ લો'' બ્રિટને શેખ હસીનાને ગજબનો આંચકો આપ્યો

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
''જે દેશમાં પહેલા પહોંચ્યા ત્યાં જ શરણ લો'' બ્રિટને શેખ હસીનાને ગજબનો આંચકો આપ્યો 1 - image


- બ્રિટન કહે છે : આંતર-રાષ્ટ્રીય નિયમ તેવો છે કે જ્યાં પહેલા પહોંચ્યા હોય ત્યાં જ રાજ્યાશ્રય લેવો જોઈએ : અન્ય દેશમાં નહીં

નવી દિલ્હી, લંડન : ગઈકાલ સુધી બાંગ્લાદેશના વડાપ્રધાન પદે રહેલા શેખ હસીના આજે ''આશ્રય'' શોધે છે. પાંચમી ઓગસ્ટે બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા પછી તેઓ ભારત આવી પહોંચ્યા. કહેવાય છે કે તેઓ બ્રિટનમાં રાજ્યાશ્રય લેવા માગતા હતા, માંગે છે પણ ખરાં. તેઓ લંડન એટલા માટે જવા માગે છે કે ત્યાં તેઓના બેટી અને તેમના પુત્રો રહે છે. તેથી બ્રિટનમાં આશ્રય લેવાની તેઓની ઈચ્છા હતી.

આ અંગે બ્રિટનના ગૃહમંત્રાલયે પત્રકારોને જણાવ્યું હતું કે બ્રિટનના ઈમીટેશન રૂલ્સ કોઈપણ વ્યક્તિને આશ્રય માટે બ્રિટનમાં પ્રવેશવા કે થોડા દિવસો માટે પણ બ્રિટનમાં રહેવા દેવાની છુટ આપતા નથી.

બ્રિટનના ગૃહમંત્રાલયના પ્રવક્તાએ વધુ સ્પષ્ટતા કરતા પત્રકારોને કહ્યું હતું કે અંતર-રાષ્ટ્રીય નિયમ તેવો છે કે કોઈપણ વ્યક્તિએ રાજ્યાશ્રય લેવો હોય તો, તે જે દેશમાં સૌથી પહેલા પહોંચે તે દેશમાં જ રાજ્યશ્રય લઈ શકાય.

આ સાથે શેખ હસીના માટે અત્યારે તો ભારતમાં રહેવા સિવાય બીજો વિકલ્પ રહ્યો નથી, તેમ લાગે છે.

એક વાત તેવી પણ બહાર આવી હતી કે તેઓ બેલારૂચમાં રાજ્યશ્રય લેશે પરંતુ તે અંગે કોઈ નક્કર માહિતી મળતી નથી.

પાકિસ્તાનથી મળતા સમાચારો જણાવે છે કે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનને ''આઝાદ'' કરી બાંગ્લાદેશનું સર્જન કરનાર શેખ મુજબ ઉર-રહેમાના પુત્રી પદભ્રષ્ટ થતા પાકિસ્તાનમાં આનંદ છવાયો છે. તેની સરકાર પણ આનંદમાં છે. પાકિસ્તાનમાં મીડીયાએ કહ્યું છે કે ''હવે બાંગ્લાદેશ ખરા અર્થમાં આઝાદ થયો છે.'' વાત સીધી છે ત્યાંના તોફાનો પાછળ પાકિસ્તાન-ચીનની મુખ્ય ભુમિકા છે.


Google NewsGoogle News