Get The App

તાઈવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચીનવિરોધી પાર્ટીનો વિજય, શી જિનપિંગને મોટો ઝટકો

મતદારોને આપેલી ધમકી એળે ગઈ

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
તાઈવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચીનવિરોધી પાર્ટીનો વિજય, શી જિનપિંગને મોટો ઝટકો 1 - image


Taiwan Election 2024 | તાઈવાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. તાઈવાનમાં સત્તાધારી પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર લાઈ ચિંગ તે જીતી ગયા છે. જેને લઈને ચીનને મોટો ઝટકો લાગ્યો છે. તેણે તાઇવાનના લોકોને યુદ્ધ કે શાંતિ એમ બે વિકલ્પો આપ્યા હતા અને મતદારોને ધમકી આપી હતી કે તેમણે ચીન સાથેના સંબંધોને ધ્યાનમાં રાખીને જ મતદાન કરવું જોઇએ નહીંતર તેના માઠા પરિણામ ભોગવવા પડી શકે છે.  

મુખ્ય વિપક્ષ કુઓમિતાંગના ઉમેદવાર હાર્યા 

માહિતી અનુસાર તાઇવાનના મુખ્ય વિપક્ષી દળ કુઓમિતાંગ (KMT)ના ઉમેદવાર હુઓ યુ ઈ આ ચૂંટણીમાં હારી ગયા છે. લીની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીએ પોતાની આગવી ઓળખ સાથે જીત મેળવી તાઈવાન પર ચીનના દાવાઓને ઠેંગો બતાવી દીધો છે. હવે તેમની પાર્ટી સતત ત્રીજી વખત સત્તામાં આવી રહી છે.

ચીને મતદારોને ધમકાવ્યા હતા 

ચીને તાઈવાનમાં યોજાઈ રહેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલાં ત્યાંના મતદારોને યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે ચેતવણી આપી હતી. ચીન લાંબા સમયથી તાઈવાનને પોતાનો હિસ્સો ગણાવે છે. ચીને કહ્યું કે સત્તારુઢ પાર્ટીના ઉમેદવાર વિલિયમ લીની જીત ચીન અને તાઈવાનના પરસ્પર સંબંધો સામે ખતરો બનશે. ઉલ્લેખનીય છે કે ચીન આ વિસ્તારમાં અમેરિકી પ્રભાવથી પણ પરેશાન છે. એશિયામાં વર્ચસ્વ અંગે અમેરિકા અને ચીન વચ્ચે હંમેશા ખેંચતાણ રહે છે પણ આ વખતે તાઈવાન એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. 

તાઈવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચીનવિરોધી પાર્ટીનો વિજય, શી જિનપિંગને મોટો ઝટકો 2 - image


Google NewsGoogle News