Get The App

ભયાનક ક્રેથોન વાવાઝોડાની આગાહી, તાઈવાનમાં શાળા-કોલેજો બંધ, 'લૉકડાઉન' જેવી સ્થિતિ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ભયાનક ક્રેથોન વાવાઝોડાની આગાહી, તાઈવાનમાં શાળા-કોલેજો બંધ, 'લૉકડાઉન' જેવી સ્થિતિ 1 - image
પ્રતિકાત્મક તસવીર

Taiwan Typhoon Krathon: ફિલિપાઇન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે ચક્રવાત ક્રેથોન તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને ધ્યાને લઈ તાઇવાનની સરકારે સાવચેતીના પગલાં લીધાં છે. બુધવારે રાજધાની તાઇપે સહિત દેશના મોટા ભાગોમાં તમામ ઓફિસ, શાળા-કોલેજ અને બજારોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે તાઇવાનમાં બુધવારે સેંકડો ફ્લાઇટને રોકી દીધી છે. 

તબાહી મચાવશે તોફાન?

તાઇવાનના હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે, આ સમુદ્રી વાવાઝોડું મોટી તબાહી મચાવી શકે છે. ક્રેથોનના કારણે સમુદ્ર તટ પર ભયાનક મોજા ઉછળશે અને મુશળધાર વરસાદ વરસશે. હાલની સ્થિતિને જોતા તાઇવાન સરકારે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે અને દરિયા, નદી અને પહાડોથી દૂર રહેવાનું જણાવવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ યુદ્ધ વચ્ચે ઈઝરાયલનું સૈન્ય લેબનોનમાં 48 કિ.મી. ઘૂસ્યું, હિઝબુલ્લાહના લડાકૂઓ નાઠ્યાં, 10 લાખ બેઘર

સરકારે કરી તૈયારી

તાઇવાનના હવામાન વિભાગે જણાવ્યું કે, ગુરૂવારની સવારે કાઉશુંગ અને તેના પાડોશી શહેર તાઇવાનની વચ્ચે વાવાઝોડું  આવી શકે તેવી સંભાવના છે, ત્યારબાદ તે પશ્ચિમી તટથી પસાર થઈને રાજધાની તાઇપે તરફ આગળ વધશે. આ દરમિયાન સરકારે 38 હજાર સેનાના જવાનોને વાવાઝોડાનો સામનો કરવા માટે સ્ટેન્ડબાય મોડમાં તૈયાર રાખ્યા છે. 

આ પણ વાંચોઃ 'દુનિયા કન્ટ્રોલ બહાર, આપણે વૈશ્વિક તબાહીની નજીક...' ઈરાનના હુમલા બાદ ટ્રમ્પની પ્રતિક્રિયા

વાવાઝોડાની અસર

મળતી માહિતી મુજબ, ક્રેથોન ચક્રવાત તાઇવાનની તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડા પહેલાં લાઇવાનના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્ટેટ હાઇવે 9 પર ભૂસ્ખલન પણ જોવા મળ્યું હતું. યિલાન કાઉંટીમાં સુઆઓ અને હુઆલિએનમાં ચોંગડેની વચ્ચે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયું છે. હુઇડે ટનલ પાસે ઘણાં વાહનો ફસાઈ હયાં છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિની ખબર સામે નથી આવી.



Google NewsGoogle News