Get The App

તાઈવાનના પ્રમુખ પેસિફિક દેશોની મુલાકાતે, યુ.એસ. જવા અંગે હજી અનિશ્ચિતતા છે

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
તાઈવાનના પ્રમુખ પેસિફિક દેશોની મુલાકાતે, યુ.એસ. જવા અંગે હજી અનિશ્ચિતતા છે 1 - image


- ચીન ધુંધવાઈ રહ્યું છે

- આમ છતાં પ્રવાસ દરમિયાન તેઓ ગ્વામ અને હવાઈ ટાપુઓ પર સ્ટોપ-ઓવર કરી તેઓ પાવાઉ, માર્શલ આઈલસ, તુવાસુની મુલાકાત લેશે

તાઈપી : તાઈવાનના પ્રમુખ ચિંગ-તે આ મહિનાની ૩૦મીથી પેસિફિક ટાપુઓની મુલાકાતે જવાના છે. સામાન્યત: તાઈવાનના કોઈ પણ ઉચ્ચ અધિકારી પેસિફિક વિસ્તારના મિત્ર દેશોની મુલાકાતે જાય છે. ત્યારે અમેરિકામાં સ્ટોમ-ઑવર કરે છે, પરંતુ આ વખતે લાઈ અમેરિકામાં વિસામો (સ્ટોપ-ઑવર) કરે તેવી સંભાવના દેખાતી નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં ચીને તાઈવાનના પ્રમુખ કે ઉપપ્રમુખ અમેરિકામાં વિસામો લે કે પછી થોડા જ દિવસોમાં ચીન તાઈવાન ફરતી અને તાઈવાન સામે સેના-કવાયત શરૂ કરી દે છે. અમેરિકાના વિસામા દરમિયાન, તાઈવાનના પ્રમુખ કે ઉપપ્રમુખ અમેરિકાના રાજકારણીઓને મળે છે, વક્તવ્ય પણ આપતા હતા.

તાઈ પેસિફિક ટાપુઓ પાલાઉ, માર્શલ આઇલેન્ડઝ અને તુઆ સુની મુલાકાતે જશે, ત્યારે પહેલા અમેરિકાના લશ્કરી મથક ગ્વામ ટાપુ ઉપર સ્ટોપ ઓવર કરશે. ત્યાંથી અમેરિકાના ૫૦મા રાજ્ય હવાઈ ટાપુઓમાં તેઓનું વિમાન વિસામો લેશે. પછી ઉક્ત પેસિફિક ટાપુઓની મુલાકાતે જવાના છે. આ સ્ટોપ ઓવર્સની વિગતો માટે પત્રકારોએ આગ્રહ કર્યો ત્યારે તાઈવાનના નાયબ વિદેશ મંત્રી, તિએન, ચુંગ-કવાંગે કહ્યું કે, તે વિગતો યોગ્ય સમયે જાહેર કરાશે.

લાઈની આ મુલાકાતથી ચીન ધુંધવાયું છે. તે તાઈવાનને તેનો જ પ્રદેશ ગણે છે. તો બીજી તરફ તાઈવાન પોતાને સ્વતંત્ર અને સાર્વભૌમ માને છે, જે સત્ય છે.

વિશ્વના જે ૧૨ દેશો તાઈવાન સાથે વિધિસરના રાજદ્વારી સંબંધો રાખે છે, તેમાં પેસિફિક ઓશનમાં આવેલા ઉક્ત ત્રણે ટાપુ રાષ્ટ્રો છે.

ઉલ્લેખનીય છે કે, પેસિફિક મહાસાગરમાં આવેલા અનેક ટાપુઓ ઉપર પોતાની વગ સ્થાપવા માટે અમેરિકા અને ચીન વચ્ચે હોડ જામી છે. તાઈવાન તે પૈકીના અમેરિકાના પ્રભાવ નીચેના ટાપુઓ સાથે મૈત્રી બાંધવા સતત આતુર છે.

ચીન તાઈવાનને પોતાનો જ પ્રાંત માને છે. તેમ છતાં તાઈવાન ચીન સાથે જોડાવા તૈયાર નથી. ચીન તાઈવાનને ડરાવવા તાઈવાન ફરતી નૌકા અને વિમાન કવાયતો કરતું રહે છે. તેની તાઈવાન તરફની તળભૂમિ પર લશ્કરી કવાયતો કરે છે. પરંતુ અમેરિકાનું પ્રચંડ પીઠબળ પામેલું તાઈવાન મચક આપતું નથી.

દુનિયાના અન્ય દેશોની જેમ ભારતે વન-ચાઇના પોલિસી સ્વીકારી હોવાથી તે તાઈવાનને સત્તાવાર દૂતાવાસો ખોલવાની પરવાનગી આપતું નથી. પરંતુ, શૈક્ષણિક અને વ્યાપારી કાર્યાલયો માટે છૂટ આપે છે. તાઈવાનમાં શૈક્ષણિક કાર્યાલયોમાં રહેલા રાજ્યશાસ્ત્રના પ્રોફેસરો વાસ્તવમાં રાજદૂતનું જ કાર્ય કરે છે. જે ચીન પણ જાણે છે, પરંતુ વિરોધ કરી શકે તેમ નથી કારણ કે, કાગળ ઉપર બધું સ્વચ્છ છે.

તાઈવાનનાં પૂર્વ પ્રમુખ ત્સાઈ ઇંગ-વેન પેરૂગ્વેની મુલાકાતે ગયા હતા, ત્યારે લોસ-એન્જલસમાં સ્ટોપ ઓવર કર્યો હતો. તે સમયે અમેરિકાની સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્સ)ના અધ્યક્ષ મેકાર્થી તેઓને મળ્યા હતા અને યુએસ- તાઈવાન સંબંધો વિષે ચર્ચા કરી હતી. ચીને વાંધો ઊઠાવ્યો ત્યારે અમેરિકાએ કહ્યું કે મેકાર્થી વ્યકિતગત રીતે ત્સાઇને મળવા ગયા હતા. અમારા દેશમાં સંપૂર્ણ લોકશાહી છે. અમે કોઇને બીજાને મળવા જતા રોકી શકીએ નહીં.


Google NewsGoogle News