6.3ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી હચમચ્યું તાઇવાન, ગગનચુંબી ઇમારતો ડોલતાં લોકોમાં ફફડાટ

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
6.3ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી હચમચ્યું તાઇવાન, ગગનચુંબી ઇમારતો ડોલતાં લોકોમાં ફફડાટ 1 - image


Earthquake in Taiwan: તાઇવાનમાં વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા 6.3 મપાઈ હતી. અત્યાર સુધી ભૂકંપથી કોઈ જાનહાનિના કે માલહાનિના અહેવાલ તો સામે આવ્યા નથી પરંતુ ભૂકંપનો આંચકો ભારે હોવાથી લોકોમાં ડર ફેલાયો હતો. 

ઇમારતો હચમચી ગઈ, લોકોમાં ફફડાટ 

માહિતી અનુસાર ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે રાજધાની તાઇવાનમાં આવેલી ઇમારતો હચમચી ગઈ હતી. અધિકારીઓએ કહ્યું કે શહેરમાં હાલમાં મેટ્રો સેવાઓ ધીમી ગતિએ ચાલુ છે. લોકો માટે સમુદ્ર સંબંધિત હાઇવે પર ગાડી હંકારતી વખતે સાવચેત રહેવા કહેવાયું છે. 


Google NewsGoogle News