દરજીએ સમયસર કપડા ના સીવી આપ્યા તો ગ્રાહકે કર્યો કેસ, ૧ લાખ રુપિયાનું માંગ્યું વળતર
દરજીએ સમારોહ માટેનો ઓર્ડર આપેલા સમય પ્રમાણે પુરો કર્યો ન હતો.
50 હજાર વચન નહી પાળવાના અને 50 હજાર માનસિક પીડાના માંગ્યા
કરાંચી,૨૨ એપ્રિલ,૨૦૨૫,મંગળવાર
રેડિમેડના જમાનામાં અવસર પ્રસંગ હોય ત્યારે દરજી પાસે કપડા સિલાવવાની પ્રથા હજુ પણ અકબંધ છે. કયારેક નિયત સમય મુજબ દરજી કપડા ના તૈયાર કરી શકે તો પ્રસંગ મોળો લાગે છે, ગ્રાહક દરજી સાથે રકઝક પણ કરતા હોય છે પરંતુ નવાઇની વાતતો એ છે કે એક શખ્સે સમયસર કપડા નહી સિવવા બદલ દરજી પર કેસ ઠોકીને ૧ લાખ રુપિયાના વળતરની માંગણી કરી છે. આવી અજબ ગજબ ઘટના પાકિસ્તાનના કરાંચીમાં બની છે.
એક શખ્સે આરોપ લગાવ્યો હતો કે દરજીએ પરિવારના સમારોહ માટેનો ઓર્ડર આપેલા સમય પ્રમાણે પુરો કર્યો ન હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીના ભાઇની સગાઇ માટે કપડા સિવવા આપ્યા હતા. સમારોહ શરુ થવાની અંતિમ ઘડી આવી પહોંચતા ફરિયાદી દરજીની સોપ પર ધક્કા ખાવા શરુ કર્યા હતા. છેવટે માનસિક ત્રાસનો પણ ઉલ્લેખ કરીને એક લાખ રુપિયાના વળતરનો દાવો માંડયો હતો. જેમાં ૫૦ હજાર કપડા સિવવવાનું વચન નહી પાળવાના અને ૫૦ હજાર માનસિક પીડા પહોંચાડવાના માંગ્યા હતા.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે અવસરમાં પહેરવા માટે ઉતાવળમાં બીજા સ્થળેથી પોષાક ખરીદવાની ફરજ પડી હતી.ડિસેમ્બર ૨૦૨૪ થી જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન ૩ વાર કપડા આપ્યા હતા તેનું પણ વળતર મળવું જોઇએ. કાર્ટ દ્વારા શખ્સની અરજી માન્ય રાખવામાં આવી છે અને આનો ચુકાદો પોતાના પક્ષમાં જ આવશે એવી ફરિયાદીએ આશા વ્યકત કરી હતી.