Get The App

એક સમયે જનતા પર ચલાવી હતી તોપ, લાખોના મોત... સીરિયામાં અસદ પરિવારના 50 વર્ષના શાસનનું પતન

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
એક સમયે જનતા પર ચલાવી હતી તોપ, લાખોના મોત... સીરિયામાં અસદ પરિવારના 50 વર્ષના શાસનનું પતન 1 - image


Syria Civil War: સીરિયામાં બશર અલ અસદ પરિવારના 50 વર્ષના શાસનના અંતનો દાવો કરવામાં આવી રહ્યો છે. બળવાખોરોએ સીરિયા પર કબ્જો કરી લીધો છે અને રાષ્ટ્રપતિ બશરનાવ પરિવાર સહિત દેશ છોડીને ભાગવાની ખબર પણ સામે આવી રહી છે. બળવાખોરોએ રાજધાની દમિશ્ક સહિત પ્રમુખ શહેરો પર કબ્જો કરી લીધો છે. સીરિયા છેલ્લાં 13 વર્ષથી ગૃહ યુદ્ધમાં ફસાયેલું હતું અને બશર સરકારના પતન બાદ ગૃહ યુદ્ધ સમાપ્ત થવાની બદલે વધવાની આશંકા છે. સીરિયામાં થયેલી સત્તા પરિવર્તનની ઇઝરાયલ પર પણ અસર થશે અને ઇઝરાયલ સરકાર પણ તેના જોખમથી પરિચિત છે. 

સીરિયામાં વર્ષ 2016 બાદ ગૃહ યુદ્ધ ધીમું પડી ગયું હતું, પરંતુ ગત અઠવાડિયે પ્રમુખ બળવાખોર સંગઠન હયાત તહરીર અલ-શામ (HTS)એ અન્ય બળવાખોરો સાથે મળીને અલપ્પો, ઇદલિબ અને હોમ્સ શહેરો પર હુમલા શરૂ કરી દીધાં અને આખરે તેના પર કબ્જો કરી લીધો. હવે બળવાખોરોના જૂથે રાજધાની દમિશ્ક પર પણ કબ્જો કરી લીધો છે અને સીરિયાની સેનાના ટોચના અધિકારીઓએ પણ સંકેત આપ્યો છે કે, સીરિયાની બશર અલ અસદ સરકારનો કાર્યકાળ ખતમ થઈ ચુક્યો છે. 

આ પણ વાંચોઃ સીરિયામાં બળવા પાછળનો મુખ્ય ચહેરો 'જુલાની', 10 મિલિયન ડૉલરનો ઈનામી ઈરાનની જેલમાં રહ્યો છે કેદ

સીરિયામાં કેવી રીતે બન્યો આ ઘટનાક્રમ

ઉગ્રવાદી સમૂહ હયાત તહેરીર અલ-શામે ગત અઠવાડિયે સીરિયામાં અચાનક અને સફળ આક્રમણ કરીને ચોંકાવી દીધાં. હયાત તહરીર અલ-શામ અથવા એચટીએસ લાંબા સમયથી દેશનું સૌથી મોટું બળવાખોર જૂથ માનવામાં આવી રહ્યું છે. આ બળવાખોરોએ 26 નવેમ્બરના રોજ અલેપ્પોના ઉત્તર અને ઉત્તર પશ્ચિમના વિસ્તારોમાંથી અચાનક હુમલો કર્યો. વર્ષ 2011માં અસદ સરકારની સામે અરબ સ્પ્રિંગ વિદ્રોહથી શરૂ થયેલું આ ગૃહ યુદ્ધમાં આશરે પાંચ લાખ લોકોની મોત થઈ ચુકી છે. ગૃહ યુદ્ધથી 2.3 કરોડની વસતી વાળા દેશથી આશરે 68 લાખ લોકો બેઘર થઈ ગયાં અને લાખો લોકો વિદેશમાં શરણાર્થી બની ગયાં.

સીરિયા સરકારે રશિયા સાથે ઈરાન અને હિઝબુલ્લાહનું પણ સમર્થન હતું, જેના કારણે બશર સરકારનો સીરિયા પર મજબૂત કબ્જો હતો, પરંતુ હવે ઇઝરાયલ સાથે લડાઈમાં હિઝબુલ્લાહને મોટો ઝટકો લાગ્યો છે. વળી, વર્ષ 2016માં બશર સરકારની મદદ માટે પોતાના લડાકૂ વિમાનોને સીરિયામાં તૈનાત કરનારૂ રશિયા પણ યુક્રેન યુદ્ધમાં ફંસાયેલું છે. ઈરાન પણ ઈઝરાયલ સાથે તણાવમાં જોડાયેલું છે, જેનાથી બશર સરકાર કમજોર થઈ અને આ તકનો લાભ લઈને બળવાખોરોએ સીરિયામાં હુમલો તેજ કરી દીધો. બશર અલ અસદે પણ થોડા દિવસો પહેલાં અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પર બળવાખોરોએઅ સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો. 

આ પણ વાંચોઃ સીરિયામાં અસદના 24 વર્ષના શાસનનો અંત: વિદ્રોહીઓએ કઈ રીતે જોતજોતાંમાં રાજગાદી પર કર્યો કબજો?

હુમલો કરનાર બળવાખોર કોણ છે?

આ હુમલાની શરૂઆત હયાત તહરીર અલ-શામે કરી હતી. હયાત તહરીર અલ-શામનો અર્થ છે ગ્રેટર સીરિયાની મુક્તિ માટેનું આંદોલન. અબુ મોહમ્મદ અલ-ગોલાનીની આગેવાની હેઠળની એચટીએસ, લાંબા સમયથી ઇદલિબમાં પ્રભુત્વ ધરાવે છે. તહરીર અલ-શામ પહેલાં જબાત નુસરા ફ્રન્ટના નામથી જાણીતા હતાં. હકીકતમાં, HTS ની રચના અલ-કાયદા દ્વારા કરવામાં આવી હતી, જેથી તે સીરિયાનું ગૃહયુદ્ધ ખતમ થયા બાદ અહીંની સ્થિતિનો ફાયદો લઈ શકે. તે જલ્દી જ પોતાના ઉદ્દેશ્યમાં સફળ પણ થઈ ગયા અને તેનાથી બળવાખોરો હુમલાની સાથોસાથ સેના અને અન્ય દુશ્મનોની સામે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કર્યાં. જેથી, આ સમૂહ ધીમે-ધીમે સીરિયા અને ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટનો કટ્ટર દુશ્મન બની ગયો અને છેલ્લે 2016માં અલ-કાયદાથી પણ અલગ થઈ ગયાં. અમેરિકા, રશિયા, તુર્કી અને અન્ય દેશોએ તહરીર અલ-શામે આતંકવાદી સમૂહ જાહેર કરવામાં આવ્યું છે. જેનો નેતા 42 અહેમદ હુસૈન અલ-શરા છે, જેને અબૂ મહોમ્મદ અળ-ગોલાનીના નામથી ઓળખાય છે. ગોલાનીનો જન્મ સીરિયામાં થયો હતો. 1967ના યુદ્ધ બાદ જ્યારે ઈઝરાયલનું ગોલાન હાઇટ્સ પર નિયંત્રણ થયું તો તેનો પરિવાર અહીંથી જતો રહ્યો. ગોલાનીએ 2006માં હજારો અન્ય બળવાખોરો સાથે અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેને પાંચ વર્ષ સુધી અમેરિકા અને ઇરાકી જેલમાં કેદ કરવામાં આવ્યા. અબૂ મહોમ્મદ અલ-ગોલાનીને 2011માં મુક્ત કરવામાં આવ્યો અને ત્યારબાદ તે અલ-કાયદાના નેતૃત્ત્વ કરવા માટે સીરિયા પરત ફરી ગયો.

સીરિયામાં ગૃહયુદ્ધ વધવાની આશંકા

સીરિયામાં બળવાખોરોના જૂથોએ સત્તા સંભાળ્યા બાદ ગૃહયુદ્ધ વધવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે બશર અલ-અસદ સરકારને રશિયાનું સમર્થન હતું જ્યારે વિદ્રોહી જૂથોને અમેરિકાનું સમર્થન હતું. આ રીતે ભવિષ્યમાં પણ સીરિયામાં રશિયા અને અમેરિકાની દખલગીરી ચાલુ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ખતરનાક આતંકવાદી સંગઠન ISISની પણ સીરિયામાં હાજરી છે. આવી સ્થિતિમાં બદલાયેલા સંજોગોમાં ISIS પણ પોતાની તાકાત વધારી શકે છે. ઈરાન અને તુર્કીના પણ સીરિયામાં હિત છે. આવી સ્થિતિમાં કહી શકાય કે હાલમાં સીરિયામાં સ્થિતિ સામાન્ય થવાની આશા ઓછી છે.

આ પણ વાંચોઃ સીરિયામાં બળવાખોરોએ કર્યો સત્તાપલટો, બશર અલ અસદના શાસનનો અંત, વિમાન પણ રડારથી ગુમ!

ઈઝરાયલનું જોખમ વધ્યું

ઈઝરાયલ પહેલાંથી જ હમાસ અને હિઝબુલ્લાહના મોરચા પર લડાઈમાં સંકળાયેલું છે. હવે સીરિયામાં બદલાયેલી સ્થિતિએ ઈઝરાયલની ચિંતા વધારી છે, કારણકે ઇઝરાયલ અને સીરિયાની સીમા ગોલાન હાઇટ્સ પર શસત્ર બળોને સંયુક્ત રાષ્ટ્રની નીરિક્ષક સેના પર હુમલા શરૂ કરી દીધા. ઈઝરાયલને ડર છે કે, સત્તા પર કબ્જો થયા બાદ ગોલાન હાઇટ્સની જેમ પણ ઈઝરાયલ પર હુમલા થઈ શકે છે. ઈઝરાયલ સેના સ્થિત પર નજર રાખી રહી છે. 

સમગ્ર પશ્ચિમ એશિયાના ભૌગોલિક રાજકારણ પર થશે અસર

સીરિયામાં શરૂ ગૃહ યુદ્ધ અસલમાં આખા પશ્ચિમ એશિયા પર દબદબો બનાવવાની રાજનીતિનો ભાગ છે. સીરિયાની સીમા ઇરાક, તુર્કીયે, જૉર્ડન, લેબેનોન અને ઈઝરાયલ જેવા દેશોની નજીક છે. સીરિયા પર સરકારની સત્તાથી દૂર થવાની સૌથી મોટી અસર રશિયા પર થશે, કારણકે પશ્ચિમ એશિયામાં સીરિયા જ રશિયાનો સૌથી વિશ્વાસપાત્ર સાથી હતો. વળી, બળવાખોરોના જૂથે અમેરિકાનું સમર્થન છે. સીરિયા ગૃહ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં પણ ઉછાળો આવવાની આશંકા છે, જેની અસર ભારત પર પણ થશે.


Google NewsGoogle News