સીરીયા-ગૃહયુદ્ધ : સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની ઈમરજન્સી બેઠક, અસદ મોસ્કોમાં
- રશિયાના અનુરોધથી આ બેઠક બોલાવાઈ છે
- બળવાખોર નેતા અલ્-જુલાનીએ કહ્યું : સત્તાવાર પદગ્રહણ ન થાય ત્યાં સુધી દરેક જાહેર સંસ્થાઓ યથાવત રખાશે
યુએન : સીરીયામાં કેનિડોર-કોવિડ પરિવર્તનો થયા. તેને પગલે રશિયાના અનુરોધથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની આપત્તિકાલીન બેઠક બોલાવવામાં આવી છે.
હયાત-તહરીર-અલ્-શામના નેતૃત્વ નીચેના બળવાખોર જુથો દમાસ્કસમાં પ્રવેશી ગયા છે. પ્રમુખ બશર-અલ્-આસદે મોસ્કોમાં રાજ્યાશ્રય લીધો છે.
સીરીયાના વડાપ્રધાન મોહમ્મદ ગાઝી અલ્-જલાવીએ બળવાખોરોને સંપુર્ણ સહકાર આપવા ખાતરી આપતા કહ્યું : બીજી તરફ એચ.ટી.એસ.ના વડા અબ્બુ મોહમ્મદ અલ્-જુવાનીએ તેઓના દળોને જણાવ્યું કે જ્યાં સુધી સત્તાવાર પદગ્રહણ ન થાય ત્યાં સુધી તમામ જાહેર સંસ્થાઓ યથાવત રખાશે. આ સત્તાવાર પદગ્રહણ વડાપ્રધાન કહેશે તે પ્રમાણે કરાશે.
સીરીયામાં હજી સુધીમાં થયેલા પરિવર્તનોનો ઘટનાક્રમ આ પ્રમાણે છે.
(૧) વાસ્તવમાં ૨૦૧૧ થી સીરીયામાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું. તેમાં કેટલાએ સત્તાધિશોને વિદાય લેવી પડી પરંતુ બશર-અલ્-આસદ રશિયા અને ઈરાનના ટેકાથી ટકી શક્યા. બશર-અલ્-આસદ રશિયા અને ઈરાનના ટેકાથી હજી સુધી ટકી શક્યા હતા.
(૨) તેવામાં નવેમ્બર ૨૭ થી મુખ્ય બળવાખોર- જુથ હયાત-તાહિર-અલ્-શામના નેતૃત્વ નીચે અન્ય બળમોર જુથો તથા તૂર્કીના ટેકાવાળા સીરીયન-નેશનલ-આર્મીએ અબેખોથી શરૂ કરી એક પછી એક શહેરો કબ્જે કરતા જઈ છેવટે દમાસ્કમ ઉપર કબ્જો જમાવ્યો.
(૩) આ પૂર્વે માત્ર ૨૪ કલાકમાં જ બળવાખોરોએ દારા, ક્વેનેઈત્રા, સુવાયદા અને હોમ્સ કબ્જે કર્યા હતા.
(૪) બળવાખોરો દમાસ્કસમાં પ્રવેશ્યા તે પુર્વે પ્રમુખ આસદ નાસી છુટયા. પહેલા તો તેઓ ક્યાં ગયા છે, તેનો જ કોઈ પત્તો ન હતો.
(૫) આસદ નાસી જતા દમાસ્કસ સહિત સમગ્ર સીરીયામાં આનંદોત્સવ પ્રસરી રહ્યો : ત્યારે જનતાએ કરેલા સંબોધનમાં કહ્યું : ''ભાઈઓ આ આપણો ઐતિહાસિક વિજય છે. સીરીયા આપણું છે. આલદ-કુટુમ્બનું નથી. આપણે લાંબા સમયથી તેની રાહમાં હતા, હવે સીરીયામાં નવો યુગ શરૂ થયો છે.''
(૬) દમાસ્કસ ઉપર બળવાખોરોએ કબ્જો જમાવ્યા પછી વડાપ્રધાન મોહમ્મદ-ગાઝી-જિવાલીએ તેઓને સંપુર્ણ સહકાર આપવા વચન આપ્યું હતું.
(૭) બ્રિટન સ્થિત સીરીયન ઑબ્ઝર્વેટરી કાર હ્યુમન રાઈટસે જણાવ્યું કે હજી સુધીમાં (૨૭ નવે. પછી) સીરીયામાં સત્તાવાર રીતે ૯૧૦ મૃત્યુ નોંધાયા છે. તેમાં ૧૩૮ નાગરિકો, ૩૮૦ સીરીયન સૈનિકો અને ૩૯૨ બળવાખોરો સમાવિષ્ટ છે.
(૮) દુનિયાભરમાંથી આ અંગે પ્રત્યાઘાતો આવી રહ્યા છે. તેઓ સત્તા પરિવર્તનને વધાવી રહ્યા છે.
(૯) ડૉનાલ્ડ ટ્રમ્પે તો પહેલેથી જ જણાવી દીધું હતું કે ''સીરીયાનું યુદ્ધ તેનો આંતરિક મામલો છે. આપણે તે સાથે કશી લેવાદેવા નથી.''
(૧૦) એક તરફ સીરીયામાં આનંદોત્સવ ચાલે છે ત્યારે રશિયાએ આસદને આશ્રય આપ્યો છે. તેણે જ સીરીયાની કટોકટી અને યુએનની સાલમતી સમિતિની બેઠક બોલાવવા અનુરોધ કર્યો હતો.