Get The App

સીરીયા બે દિવસમાં 1,000નાં મોત મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવી

Updated: Mar 9th, 2025

GS TEAM


Google News
Google News
સીરીયા બે દિવસમાં 1,000નાં મોત મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવી 1 - image


અસદ તરફી આલાબિટ લઘુમતિ ઉપર સરકારી દળો દ્વારા જુલ્મની ઝડીઓ વરસાવાઈ રહી છે

દમાસ્કસ: પદભ્રષ્ટ પ્રમુખ બશર અલ અસદ તરફી લઘુમતિ કોમ આલા બિટે ઉપર વળતાં પગલાં નમે સરકારી દળો જુલ્મની ઝડીઓ પાછળ રહ્યાં છે. સીરીયામાં ચાલી રહેલું ગૃહ યુદ્ધ હવે ચરમ સીમાએ પહોંચી રહ્યું છે.

સીરીયામાં સરકારી દળો બદલો વાળવા પદભ્રષ્ટ પ્રમુખ અસર જે લઘુમતિમાંથી આવે છે તે લઘુમતિ આલાબિટેનાં કેટલાંયે ગામો ઉજાડી નાખ્યાં છે.

લંડન સ્થિત ધી સીરીયન ઓાર્બજર્વેટી ફોર હ્યુમન રાઈટ્સ જણાવે છે કે છેલ્લા બે દિવસમાં ત્યાં ૭૪૫ નાગરીકો માર્યા ગયા હતા. ૧૨૫ સરકારી દળોના કર્મચારીઓ માર્યા ગયા હતા તે સામે ૧૪૮ વિપ્લવીઓ માર્યા ગયા છે.

અસદના સમયમાં આવા વિટેજ લઘુમતિના નાગરિકોને લશ્કર તથા નાગરિક વહીવટીતંત્રમાં ઉચ્ચ સ્થાનો મળાતં હતાં તે હવે મંદ થઇ ગયું છે. બટાકીયાનાં લઘુમતિ વિસ્તારોમાં પાણી અને વીજળી કાપી નખાયાં છે.

લંડન સ્થિત આર્બ્ઝેવેટરીએ જણાવ્યું હતું કે બટાકિયા સ્થિત થાના પાછા ઘટી વિસ્તારો ઉપર સરકારી દળોએ અચાનક જોરદાર હુમલા કર્યા હતા. ભૂમધ્ય સમુદ્રનાં તટે રહેલાં બટાકીયા બંદાગીર શહેરમાં આબાટિનાં અનેક મકાનો પણ બાળી નખાયાં હતાં. તથા મહિલાઓને ઘરોમાંથી બહાર ખેંચી તેમને તદ્દન નિર્વસ્ત્ર શહેરનાં માર્ગો પર અને બજાર વિસ્તારમાં ફેરવી હતી. પછી ગોળી મારી ઠાર કરાઈ હતી.

આ બેફામ કાર્યવાહીની દુનિયાભરમાં ઉગ્ર ટીકા થઈ રહી છે. તેઓએ મહિલાઓ પ્રત્યે કરેલી ક્રૂરતાઓનો આડોઆંક વાળી દીધો છે. અસદ અત્યારે રશિયામાં રાજ્યાશ્રય લઇ રહ્યા છે.

Tags :