નવા વર્ષે સ્વિત્ઝર્લેન્ડનો ચોંકાવનારો નિર્ણય! બુરખા પહેરવા પર લગાવ્યો પ્રતિબંધ, ભૂલ કરનારને દંડ
AI Image |
Switzerland Bans Burqa : સ્વિત્ઝર્લેન્ડમાં આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2025થી મહિલાઓ જાહેર સ્થળોએ હિજાબ, બુરખા કે અન્ય કોઈપણ માધ્યમથી પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. આજે બુધવારથી એક કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદાના નિયમોનું જો કોઈ મહિલા ઉલ્લંઘન કરેશે તો તેને 1144 ડોલર એટલે કે અંદાજે 98,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
સ્વિત્ઝર્લેન્ડમાં 'બુરખા બેન'
2021 માં યોજાયેલા લોકમતના પરિણામે આ કાયદો ઘડવામાં આવ્યો હતો, જેમાં 51.21% સ્વિસ નાગરિકોએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મત આપ્યો. આ પછી સરકારે આ કાયદો પસાર કર્યો, જે આજથી લાગુ કરાયો. આ કાયદાના અમલ પછી મહિલાઓ જાહેર પરિવહન, રેસ્ટોરન્ટ, દુકાનો અને જાહેર કચેરીઓ જેવા જાહેર સ્થળોએ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં.
મુસ્લિમ સંગઠનોનો વિરોધ
સ્વિત્ઝર્લેન્ડની પહેલા બેલ્જિયમ, ફ્રાન્સ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બલ્ગેરિયા જેવા યુરોપિયન દેશોમાં પણ જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. આ પ્રકારનો નિર્ણય આ દેશોની સુરક્ષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે લેવામાં આવ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડમાં આ અંગે ઊંડી ચર્ચા ચાલી હતી અને મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો.
આ પણ વાંચો: ઇઝરાયલે હમાસના વધુ એક ટોપ કમાન્ડરને ઠાર માર્યો, જાણો કોણ હતો અલ-હાદી
સ્વિત્ઝર્લેન્ડમાં સાર્વજનિક સ્થળો પર ચહેરો ઢાંકવાના પ્રતિબંધને 'બુરખા બેન' નામથી ઓળખવામાં આવ્યું. લાગુ કરાયેલા કાયદાનું ઉલ્લંઘન કરનારાને 1000 સ્વિસ ફ્રેંક આશરે 1144 ડોલર સુધીનો દંડ થઈ શકે છે. સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ અને ઑસ્ટ્રિયા સહિત અન્ય છ યુરોપિયન દેશોમાં આ પ્રકારના કાયદા લાગુ કરવામાં આવ્યા.
કાયદમાં અમુક છૂટ
આ કાયદામાં કેટલીક છૂટ આપવામાં આવી છે. જેમાં જો ચહેરો કોઈ સુરક્ષા માટે, હવામાન કે સ્વાસ્થ્ય કારણોસર ઢાંકી શકાશે. આ ઉપરાંત કળા, મનોરંજન અને જાહેરાતના હેતુઓ માટે ચહેરાને ઢાંકવાની પણ મંજૂરી આપવામાં આવશે. સ્વિસ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ કાયદાનું પાલન કરતી વખતે જાહેર વ્યવસ્થાને જોખમ ન આપવું જોઈએ.