13મી સદીના અને 'સ્વતંત્ર' રાષ્ટ્ર તરીકે રચાયા પછી હજી સુધી સંપૂર્ણ 'તટસ્થ' રહેલું સ્વિત્ઝર્લેન્ડ પણ હમાસની ટીકા કરે છે
- હમાસને ત્રાસવાદી સંગઠન જાહેર કરી તેની ઉપર પ્રતિબંધ મૂકતો કાનૂન ઘડી રહ્યું છે તે સાથે અમેરિકા અને યુરોપીય સંઘની હરોળમાં બેસી ગયું છે
ઝુરિચ : ઈતિહાસ જેવો કોઈ કટાક્ષકાર નથી. તે બિલકરાના શબ્દો સાર્થક કરતાં હોય તેમ ત્રિપાંખીય સરોવર અલ્ટરવેલ્ડનના ત્રણ તટે રહેલા ત્રણ ટચુકડા કેન્ટન્સ, ઝૂરિચ, યુરી અને અસ્ટરવેલડને સ્વતંત્ર પ્રજાસત્તાકની સ્થાપના તેરમી સદીના અંતે કરી તે સમયે હુબ્લાઉમાનનું સામ્રાજ્ય પેસિફિક તટથી શરૂ કરી પોલેન્ડ સુધી પ્રસરેલું હતું. તે સમયે ઓસ્ટ્રિયાના ડયુટની હેલ્વેશિયા ઉપર સત્તા હતી. (સ્વિત્ઝર્લેન્ડ તે પ્રદેશનું પ્રચલિત નામ છે.) ભારે રોબિનહૂડનાં નેતૃત્વ નીચે તે ત્રણે ટચુકડાં કેન્ટન્સ (જિલ્લા), સ્વતંત્ર થયા. ત્યારથી (૧૨૯૧થી) હજી સુધી સંપૂર્ણ તટસ્થ રહેલું સ્વિત્ઝર્લેન્ડ હમાસને ત્રાસવાદી સંગઠન જાહેર કરી તેની ઉપર પ્રતિબંધ મુકતો કાનૂન ઘડી રહ્યું છે. તે સાથે તે અમેરિકા અને યુરોપીય સંઘની હરોળમાં બેસી ગયું છે. તેણે હમાસને તો ત્રાસવાદી કહી તેની ઉપર પ્રતિબંધ મુકયો છે પરંતુ તે સાથે તેણે હમાસને ટેકો આપતી ૩ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ પ્રતિબંધિત કરી છે. તેનું કહેવું છે કે તે ત્રણે સ્વૈચ્છિક સંસ્થાઓ હમાસને નાણાંકીય મદદ પહોંચાડી રહી હતી. આ અંગે અમે વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે.
૨ ઓકટોબરે હમાસે ઇઝરાયલ ઉપર કરેલા અણચિંતવ્યા અને અતિક્રુર હુમલા વિષે સંપૂર્ણ માહિતી મળતાં સ્વિત્ઝર્લેન્ડે તે સંગઠનને ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું છે અને તેની ઉપર પ્રતિબંધ મુકયો છે તથા ત્રણ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ પ્રતિબંધિત કરી છે.