સ્વીડને યુક્રેનને આપી મોટી સૈન્ય સહાય, 199 મિલિયન ડોલરનું પેકેજ જાહેર

બંને દેશો વચ્ચે કુલ સહાય હવે $2 બિલિયન સુધી પહોંચી

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
સ્વીડને યુક્રેનને આપી મોટી સૈન્ય સહાય, 199 મિલિયન ડોલરનું પેકેજ જાહેર 1 - image


Sweden Announces $200 Million Military Aid Package To Ukraine : રશિયા-યુક્રેન યુદ્ધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. એવામાં સ્વીડને યુક્રેન બહુ મોટી સંરક્ષણ સહાય પૂરી પડશે. સ્વીડનના સંરક્ષણ પ્રધાન પીટર હલ્ટક્વીસ્ટે આ અંગે જાણકારી આપી હતી.  પીટર હલ્ટક્વીસ્ટે જાણકારી  આપતા જણાવ્યું કે, સ્વીડન યુક્રેનને 199 મિલિયન ડોલરનું લશ્કરી સહાયનું નવું પેકેજ મોકલશે. જેમાં મુખ્યત્વે દારૂગોળા અને અગાઉ કરેલી સંરક્ષણ ડીલની સિસ્ટમ માટેના સ્પેર પાર્ટનો સમાવેશ થાય છે.  

બંને દેશો વચ્ચે કુલ સહાય હવે $2 બિલિયન સુધી પહોંચી

બંને દેશો વચ્ચે કુલ સહાય હવે $2 બિલિયન સુધી પહોંચી ગઈ છે. યુક્રેનને સૈન્ય સહાય મોકલવાનો સ્વીડનનો નિર્ણય તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે કર્યો છે. યુક્રેનમાં સંઘર્ષ ઘણા વર્ષોથી ચાલુ છે, અને આંતરરાષ્ટ્રીય સહાય તેના નિરાકરણ અને યુક્રેનિયન લોકોની સુખાકારી માટે મહત્વપૂર્ણ છે.

કોનું ક્યાં દેશનું સમર્થન ?

ભારતના રશિયા સાથે સારા સંબધ હોવા છતાં આ મામલે તે બંનેમાંથી કોઈ દેશને સમર્થન કરી રહ્યું નથી જયારે ચીન રશિયાને સમર્થન આપી રહ્યું છે. ત્યારે વિશ્વના અનેક મોટા દેશોનું યુક્રેનને સમર્થન મળી રહ્યું છે. આ યુદ્ધથી મોંઘવારી, આર્થીક કટોકટી જેવા સંકટમાં વધારો થયો છે.


Google NewsGoogle News