Get The App

સ્વિડનમાં સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત, અનેક ઘાયલ, વડાપ્રધાન ક્રિસ્ટરસ પણ આઘાતમાં

Updated: Feb 5th, 2025


Google News
Google News
સ્વિડનમાં સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત, અનેક ઘાયલ, વડાપ્રધાન ક્રિસ્ટરસ પણ આઘાતમાં 1 - image

 

Sweden School Firing News | યુરોપિયન દેશ સ્વિડનના ઓરેબ્રૂ શહેરમાંથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે જેમાં ઓછામાં ઓછા 10 લોકો મૃત્યુ પામી ગયા. આ હુમલામાં પોલીસે કાર્યવાહી કરતાં હુમલાખોરને પણ ઠાર માર્યો હોવાની જાણકારી મળી છે. 



એક જ હુમલાખોરે ઘટનાને આપ્યો અંજામ 

પોલીસે કહ્યું કે આ સમગ્ર હુમલામાં એક જ હુમલાખોરની સંડોવણી હતી પણ તેણે આ હુમલો કેમ કર્યો તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી. આ ઘટના સ્વિડનની રાજધાની સ્ટૉકહોમથી લગભગ 200 કિલોમીટર પશ્ચિમે આવેલા ઓરેબ્રૂ શહેરના કેમ્પસ રિસબર્ગસ્કામાં બની હતી. અહીં યુવાઓ ભણવા આવે છે. 



વડાપ્રધાન પણ આઘાતમાં

કેમ્પસ રિસબર્ગસ્કામાં એવા યુવાઓ ભણવા આવે છે જેનો સમયસર તેમનો અભ્યાસ પૂર્ણ કરી શક્યતા નહોતા. જોકે આ કેમ્પસની નજીકમાં જ એક બાળકોની સ્કૂલ પણ આવેલી છે. સ્વિડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને ઘટનાને દેશની સૌથી ભીષણ સામૂહિક ગોળીબારની ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે આજે અમે નિર્દોષ લોકો વિરુદ્ધ ભયાનક અને જીવલેણ હિંસા જોઇ. આ હુમલાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે. 

પોલીસ પ્રમુખનું નિવેદન

પોલીસ પ્રમુખ રોબર્ટો ઈડ ફોરેસ્ટે જણાવ્યું કે ક્રાઈમ સ્પૉટ પર થયેલા નુકસાનને જોતાં અમે મૃતકોની સાચી સંખ્યા હજુ સુધી જાહેર કરી શક્યા નથી. મૃતકાંક વધી શકે છે કેમ કે અનેક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. પોલીસે કહ્યું કે હજુ સુધી આ હુમલા અને આતંકવાદ વચ્ચે કોઈ કનેક્શન સામે આવ્યું નથી પણ અમે એ એંગલની પણ તપાસ કરી રહ્યા છીએ. 

સ્વિડનમાં સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત, અનેક ઘાયલ, વડાપ્રધાન ક્રિસ્ટરસ પણ આઘાતમાં 2 - image



Tags :
Sweden-FiringSweden-school-Firing-NewsOrebro-FiringCampus-Risbergska

Google News
Google News