આ દેશ પોતાના જ નાગરિકોને દેશ છોડવા માટે આપી રહ્યો છે પૈસા

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
આ દેશ પોતાના જ નાગરિકોને દેશ છોડવા માટે આપી રહ્યો છે પૈસા 1 - image


Sweden Immigration: સ્વીડન હાલમાં તેની એક યોજનાને કારણે ચર્ચામાં છે. તે તેના નાગરિકોને દેશ છોડવા માટે પૈસા આપી રહ્યો છે. સ્વીડનના ઈમિગ્રેશન મિનિસ્ટર મારિયા મલમારે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે આ દિવસોમાં મીડિયામાં છે. વિદેશમાં જન્મેલા કોઈપણ સ્વીડિશ નાગરિક જે દેશ છોડવા માંગે છે તે પોતાની મરજીથી દેશ છોડી શકે છે. આ માટે સરકાર તેમને પૈસા પણ આપશે. આ માટે સરકાર દ્વારા ભાડું પણ ચૂકવવામાં આવશે. જો કે આ દેશમાં સ્વૈચ્છિક ઈમિગ્રેશન સ્કીમ પહેલેથી જ અમલમાં છે, પરંતુ તેમાં કેટલાક સુધારા પણ કરવામાં આવ્યા છે. 

જૂનો પ્રસ્તાવ

જૂની સ્કીમ મુજબ, શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને જ્યારે તેઓ દેશ છોડે છે ત્યારે ભારતીય કરંસી પ્રમાણે લગભગ 80 હજાર રૂપિયા મળે છે. આ પૈસા બધાને એક સાથે આપવામાં આવે છે. સરકાર તેમને દેશ છોડવાનું ભાડું પણ આપે છે. હવે સરકાર નાગરિકોને પણ તેમાં સામેલ કરવાની તૈયારી કરી રહી છે.

સરકારના નવા પ્રસ્તાવ મુજબ હવે તમામ નાગરિકોને તેમાં સામેલ કરવામાં આવશે. દેશ છોડીને જતા લોકોને આપવામાં આવતી 10,000 સ્વીડિશ ક્રોનાની ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવશે નહીં. સરકારનંર માનવું છે કે. આ કરવાથી એવો મેસેજ જશે કે, સ્વીડનની સરકાર તેમને પસંદ નથી કરતી, તેથી વિશ્વના ઘણા દેશોમાંથી લોકો સ્વીડનમાં આવીને સ્થાયી થાય છે. આ જ કારણ છે કે, અહીંની વસ્તી 20 વર્ષમાં બમણી થઈ ગઈ છે. ઇમિગ્રન્ટ્સની સંખ્યા 20 લાખથી વધુ છે, જે સ્વીડનની કુલ વસ્તીનો પાંચમો ભાગ છે.

સરકારે એમ પણ કહ્યું કે, સ્વીડનમાં એવા ઘણા લોકો છે જેમના બાળકોનો જન્મ ઈરાક, સીરિયા અને સોમાલિયામાં થયો હતો, પરંતુ હવે તેઓ સ્વીડનમાં આવીને રહેવા માંગે છે. આવા લોકો માટે પણ સરકારની આ ઓફર છે.

ઈમિગ્રેશન મિનિસ્ટરે કહ્યું કે, લોકો આવી તો જાય છે, પરંતુ તેઓ સ્વીડિશ સમાજ સાથે અનુકૂલન સાધી શકતા નથી. આવા લોકોને દેશ છોડવાની તક આપવામાં આવી રહી છે. સરકાર તેમને દેશ છોડવા માટે આર્થિક મદદ પણ કરશે. 


Google NewsGoogle News