ફિલિપાઈન્સમાં અમેરિકન સૈન્યનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાઈલટ સહિત 4ના મોત
Philippines Plane Crash : ફિલિપાઈન્સમાં એક અમેરિકન સૈન્યનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે જેમાં ચાર લોકો મૃત્યુ પામી ગયાના અહેવાલ છે. મૃતકોમાં ત્રણ ડિફેન્સ સેક્ટરના કોન્ટ્રાક્ટર અને પાઈલટ સામેલ હોવાની જાણકારી છે.
વિમાન એક મિશન પર હતું
આ વિમાન દક્ષિણ ફિલિપાઈન્સના એક ખેતરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અમેરિકન ઈન્ડો પેસિફિક કમાન્ડે જણાવ્યું કે આ વિમાન ફિલિપાઈન્સના સહયોગીઓના આગ્રહ બાદ ગુપ્ત માહિતી, નિરીક્ષણ અને પેટ્રોલિંગમાં મદદ કરવા માટેના એક નિયમિત મિશન માટે ગયું હતું.
મૃતકોના નામ જાહેર ન કરાયા
ફિલિપાઈન્સ નાગરિક ઉડ્ડયન ઓથોરિટીએ જણાવ્યું કે માગુઈંડાનાઓ ડેલ સુર પ્રાંતમાં એક હળવું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ત્યાંના સુરક્ષા અધિકારી અમીર જેહાદ ટિમ અંબોલોદ્ટોએ કહ્યું કે અમ્પાટુઆન શહેરમાં વિમાન તૂટી પડ્યું હતું. વિમાનના કાટમાળમાંથી 4 મૃતદેહો કાઢવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોના નામ જાહેર કરાયા નથી.