સની દેઓલે ગદરમાં ઉઠાવ્યો હતો હેન્ડપંપ, ગદ્દર પાર્ટ ૨ માં પણ જોવા મળશે આવો લાલધૂમ
ટીઝર વીડિયોમાં ગાડાનું વિશાળ પૈડુ ઉચકતો જોવા મળે છે
હેન્ડપંપ વડે સનીએ પાકિસ્તાનીઓની પીટાઇ કરી હતી
મુંબઇ,૩ જાન્યુઆરી,૨૦૨૩,મંગળવાર
સની દેઓલની ગદર ફિલ્મનો હેન્ડપંપ ફાઇટવાળો સિન લોકોને યાદ રહી ગયો છે. આ યુનિક સ્ટંટની મજાક પણ ખૂબ થાય છે. ૨૦ વર્ષ પછી ગદર પાર્ટ ૨ આવી રહી છે ત્યારે આ પ્રકારનો સીન સની દેઓલના ચાહક પ્રેક્ષકોને જોવા મળી શકે છે. જો કે ગદર- ૨માં હેન્ડપંપ નહી પરંતુ ગાડા કે રથનું વિશાળ પૈડું જોવા મળશે.
આ અંગે ફિલ્મનો ટીઝર વીડિયો રિલીઝ થયો છે જેમાં ગાડાનું વિશાળ પૈડુ ઉચકતો જોવા મળે છે. સની દેઓલ લાલ ધૂમ થઇને અત્યંત ગુસ્સામાં જોવા મળે છે. લોકો આ સીનની ગદરના તારાસિંહના પાત્ર સાથે સરખામણી કરી રહયા છે. આ જોઇને લોકોને હેન્ડપંપનો સીન યાદ આવી રહયો છે જેના વડે પાકિસ્તાનીઓની પીટાઇ કરી હતી. આ ટીઝર જોઇને લાગે છે કે આ એકશન ફિલ્મ હશે. ગદર ફિલ્મ સનીદેઓલની કારર્કિદીના ઉતરાધમાં આવી હતી. ૯૦ના ના દાયકામાં સનીની ઘાયલ,ધાતક જેવી એકશન ફિલ્મો ખૂબ ચાલી હતી.