Get The App

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જ દિવાળી ઉજવશે, જાણો પૃથ્વીવાસીઓને શું કહ્યું...

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જ દિવાળી ઉજવશે, જાણો પૃથ્વીવાસીઓને શું કહ્યું... 1 - image


Sunita Williams Celebrates Diwali In Space: નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આ વખતે અવકાશમાં જ દિવાળી ઉજવશે. તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફથી એક વીડિયો મેસેજ શેર કર્યો છે જેમાં તેમણે પૃથ્વીવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતો. તેમણે કહ્યું કે, 'આ વર્ષે માને પૃથ્વીથી 260 માઈલ દૂર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે.' આ દરમિયાન  સુનીતા વિલિયમ્સે તેના પિતાના પ્રયાસોને યાદ કર્યા હતા. જેણે તેમના પરિવારને દિવાળી અને અન્ય ભારતીય તહેવારો વિશે શીખવીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી હતી. 

વીડિયો મેસેજમાં સુનીતા વિલિયમ્સે જણાવ્યું હતુ કે, 'આ વર્ષે મને પૃથ્વીથી 260 માઈલ દૂર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન  પર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે. દિવાળી એ આનંદનો સમય છે, આજે અમારા સમુદાય સાથે દિવાળીની ઉજવણી કરવા અને અમારા સમુદાયના અનેક યોગદાનને માન્યતા આપવા બદલ અમેરિકન પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસનો આભાર.' આ વીડિયો મેસેજ વ્હાઇટ હાઉસમાં આયોજિત દિવાળીની ઉજવણી દરમિયાન આવ્યો હતો.

આ પણ વાંચો: પાકિસ્તાન, સાઉદી અને UAE સહિતના 25 દેશ બનાવી શકે છે 'ઈસ્લામિક નાટો'! જાણો ભારત પર થશે કેવી અસર


સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર ક્યારે આવશે?

સુનીતા વિલિયમ્સ તેના સાથી અવકાશયાત્રી બૂચ વિલમોર સાથે જૂનથી ISS પર છે. બંનેએ પહેલી ક્રૂ ફ્લાઇટ પાંચમી જૂને બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ પર કરી હતી, જે છઠ્ઠી જૂને સ્પેસ સ્ટેશન પર પહોંચી હતી. સ્ટારલાઈનરને તેના ક્રૂ વિના પૃથ્વી પર પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ સ્પેસક્રાફ્ટ સફળતાપૂર્વક પાછું ફર્યું હતું, કારણ કે ઓગસ્ટમાં નાસાએ વિલમોર અને વિલિયમ્સને પૃથ્વી પર પાછા ફરવું ખૂબ જોખમી હતું. હવે નાસાએ પૃથ્વી પર તેઓના આગમનની 25મી ફેબ્રુઆરી 2025 નક્કી કરી છે.

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જ દિવાળી ઉજવશે, જાણો પૃથ્વીવાસીઓને શું કહ્યું... 2 - image


Google NewsGoogle News