પૃથ્વી પર વાપસી બાદ 45 દિવસ રિહેબ પ્રોગ્રામ કરશે સુનિતા વિલિયમ્સ, જાણો તમામ વિગતો…
Sunita Williams Rehab Program: સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર 9 મહિના બાદ અંતરિક્ષથી પૃથ્વી પર પાછા ફર્યા છે. સુનિતા વિલિયમ્સનો આઠ દિવસનો અંતરિક્ષનો પ્રવાસ હતો, પરંતુ તેમને પૃથ્વી પર પાછા લાવવા માટે 9 મહિનાનો સમય લાગ્યો છે. 286 દિવસ અંતરિક્ષમાં પસાર કર્યા બાદ હવે તેઓ જ્યારે પૃથ્વી પર આવી ગયા છે ત્યારે તેમને સીધા 45 દિવસ માટેના રિહેબ પ્રોગ્રામમાં મોકલવામાં આવ્યાં છે. આ રિહેબ પ્રોગ્રામમાં તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સાથે અનુકુળતા રહે એ માટે ટ્રેઇનિંગ આપવામાં આવશે. તેમ જ તેમની માંસાપેસીઓ નબળી થઈ ગઈ હોવાથી એને ફરી મજબૂત બનાવવા માટે પણ ટ્રેઇનિંગ આપવામાં આવશે. આ ટ્રેઇનિંગ ત્રણ તબક્કામાં આપવામાં આવશે. પહેલાં ચાલવાની ત્યાર બાદ તેમની ફ્લેક્સીબિલીટી માટે અને ત્યાર બાદ સ્નાયુઓ માટેની ટ્રેઇનિંગનો સમાવેશ થશે.
અવકાશયાત્રીઓ માટે બનાવ્યો છે સ્પેશ્યલ પ્રોગ્રામ
સુનિતા વિલિયમ્સને જે રિહેબ પ્રોગ્રામમાં મોકલવામાં આવ્યા છે એ ખાસ અવકાશયાત્રીઓ માટે બનાવવામાં આવ્યો છે. તેમના માટે બનાવવામાં આવ્યો તો છે, પરંતુ દરેક અવકાશયાત્રીની એક ટેસ્ટ લેવામાં આવે છે અને એ અનુસાર તેમની પાસે કેવી ટ્રેઇનિંગ અને એક્ટિવિટી કરાવવી એ નક્કી કરવામાં આવે છે. તેઓ કેવા પ્રકારના મિશન અને કેવી ડ્યુટી કરતાં હતાં અને કેટલા સમય માટે ગયા હતા અને એના પરથી આ પ્રોગ્રામને કસ્ટમાઇઝ કરવામાં આવશે. ફ્લાઇટ બાદ આ ટ્રેઇનિંગ દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે તેમની હેલ્થ સારી રહે.
સ્પેશ્યલ ટીમ કરાવે છે ટ્રેઇનિંગ
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને આ પ્રોગ્રામ એસ્ટ્રોનટ સ્ટ્રેન્ધ, કન્ડિશનિંહ એન્ડ રિહેબિલેશન સ્પેશ્યાલિસ્ટ દ્વારા કરાવવામાં આવશે. આ ટીમમાં સર્ટીફાઇડ એથલેટિક ટ્રેઇનર્સ, સ્ટ્રેન્ધ એન્ડ કન્ડિશનિંગ પ્રોફેશનલ અને ફિશિકલ થેરાપિસ્ટનો સમાવેશ કરવામાં આવે છે. આ સ્પેશ્યાલિસ્ટ દ્વારા તેમની પાસે કસરત કરાવવામાં આવશે. આ કસરત બાદ તેમને ધિમે-ધિમે ચાલતા કરવામાં આવશે. ત્યાર બાદ તેમની માંસપેશીઓને વધુ મજબૂત બનાવવા માટે ટ્રેઇનિંગ કરાવવામાં આવશે જેવી વિવિધ ગતીવિધિઓનો સમાવેશ કરવામાં આવે છે.
આ પણ વાંચો: સ્માર્ટફોનને જાહેર વાઇ-ફાઇથી સુરક્ષિત રાખવા માટે આટલું કરો…
સ્પેશવોકિંગ ટાઇમનો રેકોર્ડ
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરની છેલ્લી ફ્લાઇટ દરમ્યાન તેમણે 286 દિવસમાં 19,52,89,371 કિલોમિટરનું ટ્રાવેલ કર્યું છે. પૃથ્વીની ફરતે તેમણે 4576 ચક્કર લગાવ્યા છે. આ મિશન દરમ્યાન સુનિતા વિલિયમ્સ દ્વારા એક નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. સ્ટેશનની બહાર સૌથી વધુ કલાક માટે સ્પેસવોક કરનાર મહિલાઓમાં પહેલાં ક્રમે સુનિતા વિલિયમ્સનું નામ આવે છે. તેમણે અત્યાર સુધીમાં 62 કલાક અને 6 મિનિટનું સ્પેસવોક કર્યું છે. તમામ અવકાશયાત્રીઓના લિસ્ટમાં તેમનું નામ ચોથા ક્રમે આવે છે.