Get The App

મારા શરીરમાં ફેરફાર થયો છે, પરંતુ વજન નથી ઘટ્યું: ખરાબ તબિયત મુદ્દે સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી આપ્યો જવાબ

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
મારા શરીરમાં ફેરફાર થયો છે, પરંતુ વજન નથી ઘટ્યું: ખરાબ તબિયત મુદ્દે સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી આપ્યો જવાબ 1 - image


Image Source: Twitter

Sunita Williams Health Condition: ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર વજન ઘટવાને લઈને આવી રહેલા રિપોર્ટ પર પ્રથમ વખત જવાબ આપ્યો છે. સુનિતા વિલિયમ્સના વજનને લઈને ભારે ચર્ચા શરૂ થઈ હતી કારણ કે, હાલમાં જ તેમની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ પહેલા કરતા ખૂબ નબળા અને દુબળા દેખાતા હતા. ત્યારબાદ નાસાની ટીમની ચિંતા વધી ગઈ હતી. જો કે, આ મુદ્દે સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાંથી રાહતના સમાચાર આપ્યા છે.  

અફવાઓ પર આપ્યો જવાબ

વજન ઘટી જવાની ચિંતા વચ્ચે સુનિતા વિલિયમ્સે નાસા સાથેના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, 'મને લાગે છે કે મારા શરીરમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ મારું વજન એટલું જ છે.' સુનિતા વિલિયમ્સ આ જ વર્ષે 8 દિવસના મિશન પર અંતરિક્ષમાં ગયાં હતાં, પરંતુ 150 દિવસ વીતી ગયા પછીયે પરત ફરી શક્યા નથી.  

અહીં ઘણા બધા ફેરફારો થતાં રહે છે....

સુનિતા વિલિયમ્સે કહ્યું કે, 'અહીં (સ્પેસ સ્ટેશન પર) ઘણાં બધા ફેરફારો થતાં રહે છે. તે રસપ્રદ છે, મને લાગે છે કે, કેટલીક અફવાઓ છે કે મારું વજન ઘટી રહ્યું છે અને બીજુ બધું. પરંતુ હકીકતમાં મારું વજન જેટલું હતું એટલું જ છે. અમે અમારું વજન માપીએ છીએ, અમારી પાસે સ્પ્રિંગ માસ છે ...બુચ અને હું અમે અહીં પહોંચ્યા અને તે સમયે જેટલું વજન કર્યું હતું તેટલું જ વજન અમારું હાલમાં પણ છે.'

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સની તસવીર જોઈ NASAમાં હડકંપ, સતત ઘટતા વજને વધારી ચિંતા

કેવી રીતે ફસાયા?

સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર એક મિશન પર ગયા હતા. તેમનું મિશન દસ દિવસનું હતું, પરંતુ તેમના બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવ્યો હતો. સ્પેસક્રાફ્ટમાંથી હિલિયમ લીક થતું હતું અને થ્રસ્ટર ફેઇલ થઈ ગયું હતું. નાસાને લાગ્યું કે સ્ટારલાઇનરને ક્રૂ વગર ધરતી પર લાવવું વધુ સલામત છે, જેથી તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોકાવું પડ્યું હતું.

સુનિતા વિલિયમ્સને પરત લાવવા માટે સ્પેસએક્સનું ક્રૂ ડ્રેગન મોકલવામાં આવ્યું છે પરંતુ તે ફેબ્રુઆરી 2025 પહેલા પરત આવે તેવી શક્યતા નથી. એનો અર્થ એ કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું 8 દિવસનું મિશન હવે 8 મહિના માટે લંબાઈ ગયું છે. 



Google NewsGoogle News