Get The App

સુનિતા વિલિયમ્સ ફરી અંતરિક્ષમાં અટકી, નાસાએ મિશન સ્થગિત કર્યું, ટ્રમ્પનો વાયદો પણ ફેલ!

Updated: Mar 13th, 2025


Google News
Google News
સુનિતા વિલિયમ્સ ફરી અંતરિક્ષમાં અટકી, નાસાએ મિશન સ્થગિત કર્યું, ટ્રમ્પનો વાયદો પણ ફેલ! 1 - image


Sunita Williams: અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ધરતી પર વાપસી ફરી એકવાર અટકી ગઈ છે. અંતરિક્ષમાં 9 મહિનાથી ફસાયેલી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીને લઈને મોટી આશા હતી. અમેરિકાની સ્પેસ એજન્સી નાસ સુનિતાની વાપસી સુનિશ્ચિત કરવા માટે ક્રૂ-10 નામનું સ્પેસશિપ લોન્ચ કરવાનું હતું. પરંતુ, ટેક્નિકલ ખામીના કારણે ક્રૂ-10 નું લૉન્ચિંગ ટાળવું પડ્યું છઠે. NASA એ કહ્યું કે, ક્રૂ-10માં હાઇડ્રોલિક સિસ્ટમમમાં તકલીફના કારણે લૉન્ચિંગ રોકવું પડ્યું છે.

સુનિતા વિલિયમ્સને વાપસી માટે હજુ રાહ જોવી પડશે

ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનિતાની વાપસી માટે ક્રૂ-10 મહત્ત્વપૂર્ણ છે કારણકે, તેનો હેતુ ક્રૂ-9 ની જગ્યા લેવાનું છે. ક્રૂ-9 દ્વારા જ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં ગયા હતાં. નાસાએ પહેલાં જ કહ્યું હતું કે, ક્રૂ-9 આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) થી ત્યારે જ પરત આવી શકે છે, જ્યારે ક્રૂ-10 અંતરિક્ષમાં લૉન્ચ થઈ જાય. 

આ પણ વાંચોઃ કોણ સાચું કોણ જુઠ્ઠું..!!! ટ્રેન હાઈજેક અંગે બે અલગ અલગ દાવા, 154 બંધક હજુ BLAના કબજામાં?

ઈલોન મસ્કને સોંપાઈ જવાબદારી

નોંધનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં ખુદ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રસ લઈ રહ્યાં છે. તેમણે સ્પેસ એક્સના માલિક ઈલોન મસ્કને આ જવાબદારી સોંપી છે. ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે, બાઈડેને સુનિતા અને બુચ વિલ્મોરને અંતરિક્ષમાં જ છોડી દીધાં છે. પરંતુ, મેં તેમને પરત લાવવા માટે ઈલોન મસ્ક સાથે વાત કરી છે અને મસ્કે આ માટે પોતાની સંમતિ પણ આપી છે. ત્યારબાદ મસ્કની કંપની સ્પેસ એક્સે આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને ક્રૂ-10 લૉન્ચ કરવાનું હતું, પરંતુ, હવે તેનું લૉન્ચિંગ પણ ટાળવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ યુરોપિયન યુનિયન અને કેનેડાને ટ્રમ્પની ચોખ્ખીચટ - 'ટેરિફનો જવાબ વધુને વધુ ટેરિફથી મળશે'

હવે ક્યારે લૉન્ચ થશે ક્રૂ-10?

NASA અનુસાર, હવે ક્રૂ-10 ગુરૂવારે (17 માર્ચ) લૉન્ચ થઈ શકે છે. જોકે, આ તારીખ પણ નક્કી નથી અને હવામાન સહિત અન્ય પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. ક્રૂ-10, સ્પેસએક્સની હ્યુમન સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનું 10મું ક્રૂ રોટેશન મિશન છે.

જણાવી દઈએ કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગત 5 જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા હતાં. તેમણે એક અઠવાડિયા બાદ પરત ફરવાનું હતું પરંતુ, બોઇંગ સ્ટારલાઇનરમાં ગડબડના કારણે તે બંને ત્યાં ફસાઈ ગયા છે. બંને એસ્ટ્રોનૉટ્સ બોઇંગ અને નાસાના જોઇન્ટ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અંતરિક્ષમાં ગયા હતાં. ત્યારબાદ તેમને પરત લાવવાનો પ્રયાસ શરૂ છે. 


Tags :
NASASunita-WilliamsScienceSpace

Google News
Google News