19મી માર્ચે પૃથ્વી પર પરત આવશે સુનિતા વિલિયમ્સ, ઈલોન મસ્કના 'ડ્રેગન'માં થશે વાપસી
Sunita Williams: નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બેરી વિલ્મોર જલ્દી પૃથ્વી પર પરત ફરશે. બંને અંતરિક્ષ યાત્રી આઠ મહિના કરતા વધુ સમયથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)માં રહે છે. બોઇંગ સ્ટારલાઇનરમાં ખરાબીના કારણે બંને અંતરિક્ષ યાત્રીની વાપસીને ટાળી દેવાઈ હતી. આ મિશન ફક્ત આઠ દિવસનું હતું પરંતુ, હીલિયમ લીક અને થ્રસ્ટરમાં ખરાબીના કારણે તેમની વાપસી ન થઈ શકી. હવે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને ઈલોન મસ્કની કંપની SpaceX ડ્રેગન ક્રૂ કેપ્સૂલથી પરત લાવવામાં આવશે.
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પહેલાં નક્કી કરવામાં આવેલાં અમુક સમય પહેલાં જ પરત લાવવામાં આવી શકે છે. બંને અંતરિક્ષ યાત્રી બોઇંગ સ્ટારલાઇનરના પહેલાં ચાલક દળના પરિક્ષણની ઉડાન પર ગયા હતાં અને આઠ મહિનાથી વધુ સમયથી અંતરિક્ષ પર જ રહે છે. આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ગયેલા સુનિતા વિલિયમ્સ હવે આઠ મહિના બાદ આખરે 12 માર્ચ, 2025ના દિવસે ધરતી પર પરત ફરી શકે છે.
આ પણ વાંચોઃ મસ્કની પાર્ટનર શિવોનનું ભારત સાથે છે ખાસ કનેક્શન, અમેરિકામાં PM મોદી સાથે કરી મુલાકાત
આઠ મહિનાથી વધુ સમયથી અંતરિક્ષમાં છે સુનિતા અને વિલ્મોર
બંને અંતરિક્ષ યાત્રી ફક્ત આઠ દિવસના મિશન માટે આઈએસએસ પર ગયા હતાં. તેઓ બોઇંગના સ્ટારલાઇનર કેપ્સૂલથી પરત આવવાનું હતું. પરંતુ, અંતરિક્ષ યાનમાં ટેક્નિકલ સમસ્યાઓના કારણે તેમના આવવામાં મોડું થયું. જેના કારણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં આઠ મહિનાથી વધુ સમયથી રહી રહ્યા છે. હવે નાસાએ કહ્યું કે, વિલિયમ્સ અને વિલ્મોરની નિર્ધારિત વાપસી નક્કી સમય કરતાં પહેલાં થઈ શકે છે. આ પહેલાં અંતરિક્ષ એજન્સીએ પહેલાં કહ્યું હતું કે, તે બંનેને માર્ચના અંત સુધીમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ક્રૂ-10 મિશન પર જશે આ અંતરિક્ષ યાત્રી
ક્રૂ-10 મિશનથી નાસાના અંતરિક્ષ યાત્રી એની મેકક્લેન અને નિકોલ એયર્સ, જાપાન એયરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અંતરિક્ષ યાત્રી ટાકુયા ઓનિશી અને રોસ્કોસ્મોસના અંતરિક્ષ યાત્રી કિરિલ પેસ્કોવ સ્પેસ સ્ટેશન પર જશે.
આ પણ વાંચોઃ ટ્રમ્પની આ ઓફર ભારતે ફગાવી દીધી, ટેરિફની ચર્ચા વચ્ચે વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
SpaceX ની ડ્રેગન ક્રૂ કેપ્સૂલને બનાવ્યા બાગ 46 વાર લોન્ચ કરવામાં આવી ચુકી છે. ડ્રેગન ક્રૂ કેપ્સૂલ 42 વાર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની યાત્રા કરી ચુકી છે. આ સિવાય બે ડઝનથી વધુ વખત રિફ્લાઇટ થઈ છે. તેમાં એક વખતમાં સાત અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. દુનિયાનું આ પહેલું ખાનગી અંતરિક્ષ યાન છે, જે સતત અંતરિક્ષ સ્ટેશન પર એસ્ટ્રોનૉટ અને સામાન લઈને અવર-જવર કરે છે. સામાન્ય રીતે તેમાં બે થી ચાર અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. ઈમરજન્સીમાં સાત યાત્રી બેસી શકે છે.