Get The App

અંતરિક્ષમાં ફસાઈ સુનિતા વિલિયમ્સ! એરક્રાફ્ટ જ બગડી ગયું, પૃથ્વી પર વાપસીમાં ઊભી થઇ અડચણો

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
Sunita Williams file pic
Image : twitter

Sunita Williams: સુનિતા વિલિયમ્સ અને અન્ય એસ્ટ્રોનેટને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લઈ જનારા બોઈંગ સ્ટારલાઈનર (Boeing Starliner)ને લઈને મોટા સમાચાર આવ્યા છે. જેમાં સ્પેસક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા એસ્ટ્રોનેટને પૃથ્વી પર પાછા લાવવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે હવે ભારતીય મૂળના એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ક્યારે આવશે તે સવાલ સર્જાયો છે. 

સ્પેસક્રાફ્ટની ખામીને દૂર કરાશે : એન્જિનિયર્સ

બોઈંગ સ્ટારલાઈનરના એસ્ટ્રોનેટઓએ જ્યારથી તેમની સ્પેસ સેન્ટર પર જવાનો પ્લાન કર્યો છે, ત્યારથી કોઈને કોઈ સમસ્યા સામે આવી રહી છે. બે વખત ટેકનિકલ ખામીઓ બાદ એસ્ટ્રોનેટઓ (Astronaut)ને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS) પર રવાના કરવામાં આવ્યા હતા. ત્યારે હવે સ્પેસક્રાફ્ટમાં ખામી સર્જાતા તેઓ ISSમાંથી પાછા આવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મામલે એન્જિનિયર્સનું કહેવું છે કે ટૂંક સમયમાં સ્પેસક્રાફ્ટની ખામીને દૂર કરીને એસ્ટ્રોનેટને પૃથ્વી પર પરત લાવવામાં આવશે.

હાર્મની મોડ્યુલમાં ફક્ત મર્યાદિત ઈંધણ જ બચ્યું 

સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટનું રિટર્ન મોડ્યુલ ISSના હાર્મની મોડ્યુલ પર રોકાય ગયું છે. જો કે, હાર્મની મોડ્યુલમાં ફક્ત મર્યાદિત ઈંધણ જ બચ્યું છે. તો બીજી તરફ સ્ટારલાઈનમાં પાંચ જગ્યાએથી હિલિયમ લીકેજને કારણે પરત ફરવાની યાત્રા શરૂ થઈ શકી નથી. એક અહેવાલ મુજબ, સ્ટારલાઈનર પાસે પાંચ થ્રસ્ટર્સ છે જેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ મામલે નાસાએ એક મોટી માહિતી આપતા કહ્યું છે કે એસ્ટ્રોનેટઓના પ્રથમ ટીમને લઈ જનાર સ્ટારલાઈનરની વાપસી મોકુફ રાખવામાં આવી છે. 

નાસા કોઈ જોખમ લેવા માંગતું નથી

આ ઉપરાંત નાસાએ સુનિતા વિલિયમ્સ સહિત આ ટીમના સભ્યોની પરત ફરવાની નવી તારીખ પણ આપી નથી. નોંધનીય છે કે અગાઉ સ્પેસક્રાફ્ટની વાપસી 26 જૂને નક્કી કરવામાં આવી હતી. આ પહેલા ત્રણ વખત વાપસી ટળી ગઈ છે. 6 કલાકની ફ્લાઈટમાં કોઈ ચૂક ન થાય તે માટે નાસા કોઈ જોખમ લેવા માંગતું નથી. આ વખતે સુનીતા વિલિયમ્સ 322 દિવસ સુધી અવકાશમાં રહી છે. ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વના લોકોની ચિંતા વધી રહી છે.

કલ્પના ચાવલા સાથે દુર્ઘટના બની હતી

આજથી લગભગ 21 વર્ષ પહેલા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલા (Kalpana Chawla) સ્પેસ મિશન દરમિયાન અકસ્માતનો શિકાર બની હતી. 2003માં તે દિવસે, સ્પેસક્રાફ્ટ કોલંબિયા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. ત્યારે નાસા ફરી એકવાર આવી કોઈ દુર્ઘટના ટાળવા માટે સતર્ક છે કારણ કે ભારતીય મૂળની અન્ય એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવાના પ્રયાસો ત્રણ વખત રોકવા પડ્યા છે.

અંતરિક્ષમાં ફસાઈ સુનિતા વિલિયમ્સ! એરક્રાફ્ટ જ બગડી ગયું, પૃથ્વી પર વાપસીમાં ઊભી થઇ અડચણો 2 - image


Google NewsGoogle News