સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાઈ ગયાં હોવા છતાં સક્રિય, માઈક્રોગ્રેવિટીમાં કરે છે ખેતીના પ્રયોગો
Sunita Williams News: ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં વિવિધ પ્રકારના પ્રયોગો કરી રહ્યા છે. હવે તે માઇક્રો ગ્રેવિટીમાં અમુક એવી વસ્તુ ઉગાડી રહ્યા છે, જેને જાણીને લોકોને પણ નવાઈ લાગી રહી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરના કમાન્ડર સુનિતા હવે ત્યાં લેટસ (સલાડના પાન) ઉગાડી રહ્યા છે. આ તેમના વિવિધ પ્રયોગોમાંનો એક પ્રયોગ છે.
સ્પેસ સ્ટેશનમાં કર્યા વિવિધ કામ
સુનિતા અને વિલ્મોર બુચ જૂન પહેલાં અઠવાડિયાથી અંતરિક્ષમાં ફસાયેલા છે. બંને એક અઠવાડિયા માટે સ્પેસ સ્ટેશનમાં ગયા હતાં, પરંતુ સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ તકલીફના કારણે બંનેનું આ મિશન લાંબુ ચાલ્યું. હવે સ્પેસએક્સ ક્રૂ-9 ની મદદથી બંનેની વાપસી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થશે. આ દરમિયાન બંને અંતિરક્ષયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના કામ કરી રહ્યા છે, જેનો ફાયદો વિજ્ઞાનીઓને ભવિષ્યમાં થઈ શકે છે.
ભવિષ્યમાં કામ આવશે આ પ્રયોગ
સ્પેસમાં લેટસ ઉગાડવા એ જાણવાનો હેતુ છે કે, માઇક્રોગ્રેવિટીમાં શાકભાજી કેવી ઉગે છે. સાથે જ અલગ-અલગ પાણીની માત્રામાં છોડનો વિકાસ કેવી રીતે પ્રભાવિત થાય છે. જે ભવિષ્યમાં અંતરિક્ષમાં કૃષિને લઈને કામ આવી શકે છે. નાસા અનુસાર, સુનિતા વિલિયમ્સે પોતાના દિવસની શરૂઆત એડવાન્સ્ડ પ્લાન્ટ હેબિટેટના ઑપરેશનને તૈયાર કરવાથી કરી હતી. તે પ્લાન્ટ હેબિટેટ-07 પહેલાં જોકી લેટ્યૂસ છોડનું કામ કરશે.
આ પણ વાંચોઃ 'મહિલાઓ નર્સિંગનો અભ્યાસ નહીં કરી શકે...', અફઘાનમાં તાલિબાનીઓનું વધુ એક વિવાદિત ફરમાન
આ પ્રયોગ દ્વારા વિજ્ઞાનીઓ જાણવા માગે છે કે કેવી રીતે વિવિધ ભેજનું સ્તર માત્ર છોડના વિકાસને જ નહીં પરંતુ, લેટસના પોષણ સ્તરને પણ અસર કરે છે. જણાવી દઈએ કે, સુનિતા વિલિયમ્સ સ્પેસમાં અન્ય કામ કરી રહ્યા છે, જેમાં સ્પેસ સ્ટેશનના બાથરૂમની સફાઈ પણ સામેલ છે. તેઓએ થોડા દિવસો પહેલાં ટ્રેંક્યૂલિટી મૉડ્યૂલને જાળવવાનું કામ કર્યું હતું. તેમાં હાઇજિન કમ્પાર્ટમેન્ટ અને કચરો દૂર કર્યો હતો.