Get The App

આવતા વર્ષે પૃથ્વી પર પરત ફરશે સુનિતા વિલિયમ્સ: NASAએ કરી જાહેરાત, SpaceX કરશે મદદ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Sunita Williams


Sunita Williams to return by SpaceX : ભારતીય મૂળના અમેરિકન અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા 80 દિવસથી અંતરીક્ષમાં ફસાયેલા છે. 58 વર્ષના સુનિતા વિલિયમ્સ બુશ વિલમોરની સાથે NASA દ્વારા એક મિશન હેઠળ સ્પેસમાં ગયા હતા. આ મિશન અનુસાર તેમણે આઠ દિવસ સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રોકાવવાનું હતું. જોકે સ્પેસક્રાફ્ટમાં ખરાબીના કારણે બંનેની પૃથ્વી પર વાપસી થઈ શકી નથી. જોકે હવે NASA દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

SpaceXની મદદથી આવતા વર્ષે થશે વિલિયમ્સની વાપસી 

NASA દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સુનિતા વિલિયમ્સને પરત લાવવા માટે હવે SpaceX ની મદદ લેવામાં આવશે. વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં સુનિતા વિલિયમ્સની વાપસી થશે. 

બોઈંગ કંપનીને ઝટકો 

નોંધનીય છે કે સુનિતા વિલિયસમ પાંચ જૂન, 2024ના રોજ બોઈંગ સ્ટારલાઇનર નામના સ્પેસક્રાફ્ટથી NASAના મિશન પર ગયા હતા. અમેરિકાની એરક્રાફ્ટ કંપની બોઈંગ અને નાસાના સંયુક્ત મિશન માટે સુનિતા વિલિયમ્સની પસંદગી કરવામાં આવી હતી. સુનિતા વિલિયમ્સ એરક્રાફ્ટના પાયલટ હતા, જ્યારે બુશ વિલમોર મિશનના કમાન્ડર હતા. જોકે હવે તેમને પરત લાવવા માટે NASAએ SpaceX ( સ્પેસ એક્સ ) કંપનીની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. 

સ્પેસક્રાફ્ટમાં શું છે સમસ્યા? 

બોઈંગના એરક્રાફ્ટમાં લોન્ચિંગ પહેલાથી જ સમસ્યાઓ આવી રહી હતી. જેના લીધે લોન્ચિંગ રોકવી પડી હતી. પણછ જૂને સ્પેસક્રાફ્ટના એક વાલ્વમાં ગરબડી આવી હતી. જોકે લોન્ચિંગ તો સફળતાપૂર્વક થઈ ગયું પરંતુ જ્યારે બંને અંતરીક્ષયાત્રીઓએ પૃથ્વી પર પરત ફરવાનું હતું ત્યારે જ સ્પેસક્રાફ્ટમાંથી હિલિયમ લીક થવા લાગ્યું. 

ખાવા-પીવાની કમી નહીં 

નાસા દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર સુનિતા વિલિયમ્સ અને વિલમોર અંતરીક્ષમાં ફસાઈ ગયા છે પરંતુ તેમને ખાવા પીવાની કોઈ કમી નહીં થાય. જોકે લાંબા સમય સુધી સ્પેસમાં રહ્યા બાદ ખતરનાક રેડીએશન તથા મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ થઈ શકે છે.  



Google NewsGoogle News