Get The App

સુનિતા વિલિયમ્સ 8 દિવસ માટે ગયા હતા અંતરિક્ષમાં, જાણો હવે 8 મહિના કેવી રીતે રહેશે? જાણો ઈમર્જન્સી પ્લાન

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
સુનિતા વિલિયમ્સ 8 દિવસ માટે ગયા હતા અંતરિક્ષમાં, જાણો હવે 8 મહિના કેવી રીતે રહેશે? જાણો ઈમર્જન્સી પ્લાન 1 - image
Image Twitter 

Space Emergency: ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ માત્ર 8 દિવસ માટે સ્પેસ સ્ટેશન પર ગઈ હતી. પરંતુ હવે કદાચ એવુ પણ બની શકે તે, હવે તેણે સ્પેસ સ્ટેશન પર 8 મહિના પસાર કરવા પડે. નાસાએ પણ સ્વીકાર્યું છે કે, સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં કોઈક ગરબડ થઈ છે. સુનિતા અને બૂચ વિલ્મોરને પરત લાવવાના સમગ્ર  પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમાં હજુ સમય લાગશે.

એ તારીખ હતી 5 જુલાઈ 2024 કે જ્યારે એક ખામીયુક્ત કેપ્સ્યુલ કે અવકાશયાન દ્વારા કોઈક રીતે સુનિતા વિલિયમ્સ અને બેરી બૂચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યા. જ્યા તેમનો આઠ દિવસ રોકાવાનો પ્લાન હતો. પરંતુ ઉપર જતાં બોઇંગની સ્ટારલાઇનર કેપ્સ્યુલને કોઈક રીતે નુકસાન પહોંચ્યું હતું. જોકે, નાસાનું કહેવું છે, કે સપ્ટેમ્બરમાં તેમને પૃથ્વી પર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પરંતુ એવું પણ બની શકે કે 8 દિવસની યાત્રા 8 મહિનામાં ફેરવાઈ જાય. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં આ બંને અંતરિક્ષયાત્રીઓ નીચે આવી શકે છે. આવો આજે આખી ઘટનાને ટુ ધ પોઈન્ટ સમજીએ....

શા માટે વિલંબ થયો... 

બોઇંગ સ્ટારલાઇનરમાં હિલીયમ લીક અને થ્રસ્ટર પ્રોબલેમ થવાને કારણે સુનિતા વિલિયમ્સને પરત આવવામાં મોડુ થઈ રહ્યું છે. 

ક્યારે ફરી શકે છે પરત..? 

બધુ બરોબર રહ્યુ તો સુનિતા અને વિલ્મોર બન્ને સપ્ટેમ્બરમાં ધરતી પર પરત આવી શકશે. જોકે નાસાએ કોઈ ફિક્સ તારીખ નથી આપી. 

ઈમરજન્સી પ્લાન શું છે.... 

જો સ્ટારલાઈનર બરોબર કામ નહીં કરે તો SpaceXના ક્રૂ ડ્રેગન મિશન દ્વારા બંનેને ધરતી પર લાવવામાં આવશે. પરંતુ તેમા ફેબ્રુઆરી 2025 સુધીનો સમય લાગી શકે છે.

હાલમાં શું સ્થિતિ છે…

સુનિતા અને વિલ્મોર બંને સ્પેસ સ્ટેશન પર છે. તેમજ સ્વસ્થ છે. રિસર્ચ કરી રહ્યા છીએ. આ ઉપરાંત તેઓ અંતરિક્ષયાત્રીઓને વિવિધ કાર્યોમાં મદદ પણ કરી રહ્યા છે.

શું સ્પેસ સ્ટેશનમાં એટલી જગ્યા છે કે, બંને છ મહિના ત્યા વિતાવી શકે ?

સુનિતા અને બૂચ વિલ્મોરને કોઈપણ વાતનો ખતરો નથી. આ બન્ને સ્પેસ સ્ટેશન પર આગામી છ મહિના આરામથી વિતાવી શકશે. હાલમાં સ્પેસ સ્ટેશન પર સાત અંતરિક્ષયાત્રીઓ છે. આવું પહેલીવાર નથી થયું, કે જ્યારે અંતરિક્ષયાત્રીઓને તેમની યાત્રા લંબાવવી પડી હોય. જોકે, સ્ટેશન પર સુનિતાનો આ પહેલો અણધાર્યો લાંબો સ્ટે થઈ ગયો છે. 

સપ્ટેમ્બરમાં સુનિતા અને વિલ્મોર ધરતી પર કેવી રીતે આવશે?

હકીકતમાં સપ્ટેમ્બરમાં એક અવકાશયાન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર  જઈ રહ્યું છે. જેમાં ભારતીય અંતરિક્ષયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિત અન્ય ત્રણ અંતરિક્ષયાત્રી જશે. આ લોકો ત્યાં 14 દિવસ રોકાશે. Axiom-4 મિશન હેઠળ SpaceX ના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા પુરી સંભાવના છે કે, જ્યારે આ કેપ્સ્યુલ પાછી આવશે, ત્યારે સુનિતા અને બૂચ તેમાં ધરતી પર પાછા ફરશે. જો કે, નાસાએ તેના આગળના પ્લાન વિશે વાત નથી કરી. 

શું સ્પેસ સ્ટેશન પર આટલા બધા લોકો રહી શકશે?

સ્પેસ સ્ટેશન પર હાલમાં સાત અંતરિક્ષયાત્રીઓ હાજર છે. જેમા  સુનિતા અને વિલ્મોરનો સમાવેશ થાય છે. સ્પેસ સ્ટેશન એટલું મોટું છે કે, તેમા હજુ પણ વધુ અંતરિક્ષયાત્રીઓને રહી શકે છે. સપ્ટેમ્બરમાં જ્યારે ભારતીય અંતરિક્ષયાત્રી ગ્રૂપ કેપ્ટન શુક્લા સાથે વધુ ત્રણ લોકો જશે. જેને લઈને પણ લોકોમાં ચિંતા ફેલાયેલી છે, જોકે ડરવાની કોઈ જરૂર નથી.

અવકાશમાં આટલો લાંબો સમય પસાર કરવો કેટલો યોગ્ય?

અંતરિક્ષમાં 8 થી 10 મહિના વિતાવવું એ સારી વાત નથી. પરંતુ ઘણા અંતરિક્ષયાત્રીઓએ આના કરતાં વધુ સમય સ્પેસ સ્ટેશન પર વિતાવ્યો છે. અવકાશમાં સૌથી વધુ દિવસો વિતાવવાનો રેકોર્ડ રશિયન અંતરિક્ષયાત્રી વેલેરી પોલિકોવના નામે છે. તેઓ જાન્યુઆરી 1994 થી માર્ચ 1995 સુધી મીર સ્પેસ સ્ટેશન પર 438 દિવસ રોકાયા હતા. આ વખતે સુનિતા અને વિલ્મોર લગભગ 250 દિવસ પસાર કર્યા બાદ સ્પેસ સ્ટેશનથી પરત ફરશે. વિલિયમે આ પહેલા 2006માં 196 દિવસ વિતાવ્યા હતા.

આટલા દિવસો સુધી અવકાશમાં રહેવાની શરીર પર શું અસર થાય છે?

લાંબા સમય સુધી સ્પેસ સ્ટેશન પર રહેવાથી નાસા અંતરિક્ષયાત્રીના શરીર પર શું અસર થાય છે તેના પર અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે. નાસાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જેમાં 3.5 મહિના સુધી રહેવાથી શરીર પર શું અસર થાય છે. આઠ મહિના કે તેથી વધુ સમય રોકાવાથી શું અસર થાય છે. તમને જણાવી દઈએ કે, રિસર્ચ પ્રમાણે આ સમયગાળા દરમિયાન શરીરના સ્નાયુઓ નબળા પડી જાય છે. હાડકાની ઘનતા ઓછી થાય છે. જો લાંબો સમય સુધી રહેવામાં આવે તો  હૃદય સંબંધિત રોગોનો પણ ખતરો વધી શકે છે. 


Google NewsGoogle News