પ્રેમ કેવી રીતે કરવો એ શીખશે વિદ્યાર્થીઓ, જન્મદર વધારવા ચીનની કોલેજોનો અનોખો ઉપાય
Image: Freepik
China: ચીન અત્યારે દેશમાં ઘટતાં પ્રજનન દરને લઈને ચિંતિત છે. પોતાની વન ચાઈલ્ડ પોલિસી લાવીને ચીને પોતાની વધતી વસતીને નિયંત્રણ કરવાનો પ્રયત્ન કર્યો જે હવે તેની પર બેકફાયર કરી રહી છે. દેશના યુવાનોમાં લગ્ન અને સંબંધોને લઈને નકારાત્મક છબી ગઈ છે અને તેઓ સાથે રહેવાથી ખચકાટ અનુભવી રહ્યાં છે. તેને જોતાં હવે ચીને યુવાનોમાં લગ્ન અને સંબંધો પર સકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી છે. જેના હેઠળ ચીને યુનિવર્સિટીઓને પોતાના કોલેજના વિદ્યાર્થીઓને લવ એજ્યુકેશન એટલે કે પ્રેમના પાઠ ભણાવવાના આદેશ આપ્યા છે.
એક રિપોર્ટ અનુસાર કોલેજો અને યુનિવર્સિટીઓએ લગ્ન અને લવ એજ્યુકેશન સિબેલસ આપીને કોલેજના વિદ્યાર્થીઓમાં લગ્ન પ્રત્યે રસ જગાડવો જોઈએ. સર્વે અનુસાર 57% કોલેજના વિદ્યાર્થી સંબંધોને આગળ વધારવામાં રસ રાખતાં નથી. આ માટે તેઓ અભ્યાસ અને રોમાન્સની વચ્ચે સંતુલન જાળવવામાં તકલીફ અનુભવે છે. પ્રેમ અને લગ્ન પર વ્યવસ્થિત અને સાયન્ટિફિક શિક્ષણની અછતના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે ભાવનાત્મક સંબંધોની સમજણનો ઘટાડો થઈ ગયો છે. તેમણે સૂચન આપ્યું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લગ્ન અને બાળજન્મની આધુનિક વિભાવનાઓ વિશે શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે 1.4 બિલિયનની વસતી ધરાવતાં ચીનની વસતી વૃદ્ધ થઈ રહી છે જે ભવિષ્યમાં સરકારી ખર્ચને વધારશે અને અર્થવ્યવસ્થા પર દબાણ નાખશે. આગામી વર્ષોમાં પ્રજનન દરને વધારવામાં કોલેજના વિદ્યાર્થી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.