Get The App

VIDEO: એક હાથ ખિસ્સામાં, બીજા હાથે નિશાન તાકી ઓલિમ્પિકમાં જીતી લીધો સિલ્વર મેડલ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
VIDEO:  એક હાથ ખિસ્સામાં, બીજા હાથે નિશાન તાકી ઓલિમ્પિકમાં જીતી લીધો સિલ્વર મેડલ 1 - image


Image: X

Paris Olympic Games 2024: અત્યારે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે. તમે જોયું હશે કે દરેક એથ્લીટ પોતાની ઇવેન્ટ માટે એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે. જેમ કે શૂટિંગ ઇવેન્ટમાં શૂટર પહેલા હેડફોન લગાવે છે અને એક ખાસ પ્રકારના ચશ્મા પહેરે છે પછી શૂટિંગ માટે આવે છે. સાથે જ મોટાભાગે યુવાન એથ્લીટ નજરે આવી રહ્યા છે અને મેડલ પણ જીતી રહ્યા છે. પરંતુ પેરિસ ઓલિમ્પિકમાં એક એવા એથ્લીટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળી રહ્યો હતો. વીડિયો વાયરલ થવાનું કારણ તેનો કેઝ્યુઅલ અંદાજ છે. જેમાં તે કોઈ પણ એસેસરીઝ વિના આવે છે અને નિશાન સાધે છે. સિલ્વર મેડલ પણ જીતે છે અને જતો રહે છે.


સોશિયલ મીડિયા પર તેની તસવીર અને વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. લોકો તેના આ કેઝ્યુઅલ અંદાજની ખૂબ ચર્ચા કરી રહ્યા છે અને ઘણા લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે. આ એથ્લીટની એ કારણે પણ ખૂબ ચર્ચા થઈ રહી છે કેમ કે તેની ઉંમર 51 વર્ષ છે. 

કોણ છે આ એથ્લીટ?

આ એથ્લીટ તુર્કિયેનો રહેવાસી છે, જેનું નામ યુસુફ ડીકેક છે. 51 વર્ષના ટર્કિશ શૂટર એર પિસ્તોલ શૂટર છે અને તેણે 10 મીટર મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. સિલ્વર મેડલ જીત્યા બાદ તેની ભારતમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ફોટો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુસુફ ડીકેક સફેદ ટીશર્ટ પહેરીને આવે છે અને સફેદ વાળના કારણે તે ઉંમરલાયક પણ લાગી રહ્યો છે. બાદમાં તે પોતાની પિસ્તોલ ઉઠાવે છે અને સિમ્પલ ચશ્માની સાથે જ તે ઇવેન્ટને પૂરી કરે છે અને સિલ્વર મેડલ જીતી લે છે. આ ઇવેન્ટમાં ભારતની મનુ ભાકર અને સરબજોત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 

ઘણી વખત શૂટર ખાસ પ્રકારના ચશ્મા પહેરે છે, પરંતુ તેણે સિમ્પલ ચશ્મા પહેર્યાં હતા અને કેઝ્યુઅલી ઇવેન્ટને પૂરી કરી. હવે તેના આ અંદાજની ખૂબ ચર્ચા થઈ રહી છે. તમે પણ તેના ફોટો અને વીડિયોમાં જોઈ શકો છો કે તે એકદમ સીરિયસ જોવા મળી રહ્યો છે. આ તેની પાંચમી ઓલિમ્પિક છે અને તે પહેલી વખત 2008માં બીજિંગ ઓલિમ્પિકમાં જોવા મળ્યો હતો.


Google NewsGoogle News