Get The App

દુબઈમાં ફરી વાવાઝોડું ત્રાટક્યું, 24 કલાક ધમધમતા શહેરોમાં વૉટર કર્ફ્યૂની સ્થિતિ, 3 લોકોનાં મોત

ક્લાઈમેટ ચેન્જના કારણે એક જ પખવાડિયામાં મધ્યપૂર્વને વાવાઝોડાએ ફરીથી ધમરોળ્યું, આરબ દેશોમાં પાણી ભરાયા

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
દુબઈમાં ફરી વાવાઝોડું ત્રાટક્યું, 24 કલાક ધમધમતા શહેરોમાં વૉટર કર્ફ્યૂની સ્થિતિ, 3 લોકોનાં મોત 1 - image


Dubai Rain news | દુબઈમાં ફરી પાછું વાવાઝોડું ત્રાટક્યું છે. તેના લીધે કેટલીય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. હજી પખવાડિયા પહેલા તો દુબઈમાંં અકલ્પનીય રીતે વાવાઝોડું ત્રાટક્યું હતું અને તેના લીધે કેટલાય દિવસો સુધી આ આરબ સિટી સ્ટેટનું જનજીવન થંભી ગયું હતું. નેશનલ ઇમરજન્સી ક્રાઇસીસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી  આ સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ આદરી છે. 

જો કે આ વખતે ત્રાટકેલો વરસાદ ગયા મહિને ૧૪-૧૫ એપ્રિલના રોજ ત્રાટકેતું વાવાઝોડું ગયા મહિને ત્રાટકેલા વાવાઝોડાં કરતાં ઓછું વિનાશક હતું. જો કે વાવાઝોડાના લીધે દુબઈ એરપોર્ટ પર આવનારી મોટાભાગની ફ્લાઇટ્સ રિશેડયુલ કરવી પડી હતી. બપોરે પહોંચનારી ફ્લાઇટ્સ છેક રાતે પહોંચી હતી. આ ઉપરાંત હવામાનની ખરાબ સ્થિતિના પગલે ગૃહ મંત્રાલયે પોતે ભલામણ કરી છ કે  ખરાબ હવામાનની સ્થિતિમાં કોઈ ઓફિસ જવા બહાર નીકળે, બને ત્યાં સુધી ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરે. 

અત્યાર સુધીમાં વરસાદના લીધે ત્રણના મોત થયા હોવાના અહેવાલ છે. ભારે વરસાનદા લીધે દુબઈની ગલીઓ જાણે નહેરો બની ગઈ હોય તેવી સ્થિતિ હતી. જો કે પખવાડિયા પહેલા દુબઈમાં પડેલો વરસાદ તો ૧૯૪૯ પછીને સૌથી જબરદસ્ત વરસાદ હતો. 

આ ઉપરાંત હજી પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. તેના લીધે લોકોને બિનજરુરી ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાંરાખતા દુબઈનું ગૃહમંત્રાલય એનસીઇએમએના સહયોગમાં કામ કરી રહ્યુ છે. સપ્તાહના બાકીના બધા દિવસ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોવીસે કલાક ધમધમતુ દુબઈ થંભી ગયું છે. 


Google NewsGoogle News