યુધ્ધ બંધ કરો : તે વિસ્તાર કે વિશ્વ વધુ યુદ્ધને સહી શકે તેમ નથી : એન્થની ગુટેરસ

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
યુધ્ધ બંધ કરો : તે વિસ્તાર કે વિશ્વ વધુ યુદ્ધને સહી શકે તેમ નથી : એન્થની ગુટેરસ 1 - image


- વિશ્વ શાંતિ અને સલામતી જોખમાઈ ગયા છે સમગ્ર મધ્ય પૂર્વ 'કગાર' પર આવી ગયું છે : યુનોના મહામંત્રી

યુનો : ઈરાને કરેલા મિસાઇલ્સ હુમલા પછી ઈઝરાયલે કરેલી વિનંતિના પગલે સંયુક્ત રાષ્ટ્રોની 'સલામતી સમિતિ'ની રવિવારે આપત્તિકાલીન બેઠક બોલાવવામાં આવી હતી. તેને સંબોધન કરતાં યુનોના મહામંત્રી એન્થની ગુટેરસે અંતરથી કહ્યું હતું કે, 'યુદ્ધ બંધ કરવું જ જોઈએ, તે વિસ્તાર કે વિશ્વ હવે વધુ યુદ્ધો સહી શકે તેમ નથી,' વાસ્તવમાં મધ્ય-પૂર્વ (વ્યાપક યુદ્ધની) કગાર ઉપર આવી ગયું છે.

આંચકાજનક બાબત તે છે કે મૂળભૂત રીતે હમાસની મૂર્ખતાથી શરૂ થયેલું એ હમાસ ઈઝરાયલ યુદ્ધ હવે ઈઝરાયલ ઈરાન યુદ્ધમાં પરિણમ્યું છે. પરંતુ તે યુદ્ધ વિષે આપણા સર્વેની જવાબદારી રહેલી છે તેમ પણ સંયુક્ત રાષ્ટ્રોના આ વિદ્વાન મહામંત્રીએ કહ્યું હતું.

તેઓએ વધુમાં કહ્યું, 'મધ્ય-પૂર્વ હવે કગાર ઉપર આવી ગયું છે. તે વિસ્તારના લોકો વ્યાપક અને વિનાશક યુદ્ધની ભીતિથી થથરે છે માટે અત્યારે જ અંગારા વિખેરી નાખી આગ ફેલાતી અટકાવવાની તાતી જરૂરત ઉપસ્થિત થઈ રહી છે.' મધ્ય-પૂર્વ 'કગાર' પર આવી ગયું છે. જરૂર છે વધુમાં વધુ સંયમ રાખવાની.

આ સાથે એન્થની ગુટેરસે પોતાના દૂતાવાસ પર ઈઝરાયલે કરેલા હુમલાને પણ વખોડી કાઢતાં તેઓએ ઈરાન દ્વારા વૈસ્તૃતિ માટે કરાયેલા વળતા હુમલાને પણ વખોડી કાઢ્યા હતા, અને તુર્તજ સંઘર્ષ બંધ કરવા ઈરાનને અનુરોધ કર્યો હતો.

તેઓએ વધુમાં કહ્યું કે હું યુનોના સભ્ય દેશોને તે યાદ આપવા માગું છું કે, યુનોનો ચાર્ટર કોઈ દેશનાં સાર્વભૌમત્વ કે પ્રાદેશિક અખંડિતતા કે રાજકીય સ્વાતંત્ર્ય સામે વળતો પ્રયોગ કરે તો તે યુનોના મૂળભૂત હેતુ વિરૂદ્ધ જ છે, તેઓએ ઈઝરાયલ-હમાસ-યુદ્ધ જ તુર્ત જ બંધ કરવા અનુરોધ કરવા સાથે હમાસને બંદીવાનોને પણ મુક્ત કરવા આ સંબોધનમાં કહ્યું હતું.


Google NewsGoogle News